કોરોના બેકાબૂ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા, કુલ આંક 634 થયો

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત સપ્તાહમાં ઓછા થયેલા કેસોએ હવે ફરી તેજી પકડી
  • છોટાઉદેપુરનો યુવાન, બોડેલીના આધેડ અને પાવીજેતપુરનો યુવાન સંક્રમિત નોંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહમાં જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા નહીંવત જોવા મળતાં લોકોનો ડર થોડો ઓછો થયો હતો. પરંતુ ફરી કોરોના ધીરે ધીરે માથું ઉંચકતાં સાવચેતીની વધુ જરૂર ઊભી થઇ છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 631 કેસ પોઝિટિવ નોંધાયા હતા. ત્યારે બુધવારે તા.12 નવેમ્બરના રોજ નવા 3 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 634 ઉપર પહોંચ્યો છે.

જિલ્લામાં બુધવારે જે 3 પોઝિટિવ કેસ આવ્યા તેમાં 38 વર્ષનો યુવાન ગુરુકૃપા સોસાયટી છોટાઉદેપુર, 44 વર્ષનો આધેડ તાંદલજા બોડેલી અને 21વર્ષનો યુવાન પાવીજેતપુરનો સમાવેશ થાય છે. જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી બુધવારે 404 એન્ટિજન અને આર્ટિફિશિયલ સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં કુલ 587 દર્દીઓ સજા થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. 26 દર્દીઓ એડમિટ છે અને 18 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકામાં 213 નોંધાયા છે. જ્યારે બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકામાં 58 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 122 કેસ, કવાંટ તાલુકામાં 51 કેસ, પાવીજેતપુર તાલુકામાં 50 કેસ અને નસવાડી તાલુકામાં 40 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...