પુણ્ય પવિત્ર પિતૃમાસ:ચૌદશે પિતૃતર્પણ-પિંડદાન કરવા હજારો શ્રદ્ધાળુઓ ચાંદોદ ખાતે ઉમટ્યાં

ચાંદોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે પિતૃ શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ તસવીર. - Divya Bhaskar
તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે પિતૃ શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ તસવીર.
  • ગુજરાતભર સહિત અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવ્યાં

પવિત્ર કારતક માસ ચાલી રહ્યો હોઇ ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા સ્નાન અને વિધિવિધાન માટે ઉમટી રહ્યા છે. ગુરુવારે કારતક સુદ ચૌદસ નિમિત્તે સુરત સહિત ગુજરાતભરમાંથી રાણા સમાજે મોટી સંખ્યામાં ચાંદોદ ખાતે આવી નર્મદા સ્નાન તેમજ પિતૃ તર્પણ અને પિંડદાનની વિધિનો લાભ મેળવ્યો હતો. હિન્દુ સંસ્કૃતિમાં કારતક માસને પુણ્ય પવિત્ર પિતૃમાસ કહેવાયો છે.

હાલ કારતક માસના દિવસો ચાલી રહ્યા છે ત્યારે પુણ્ય સલિલા નર્મદાજીના કાંઠે આવેલા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં ગુજરાત સહિત પરપ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન સાથે પિતૃ શ્રાદ્ધ, પિતૃતર્પણ, પિંડદાન સહિતના શ્રાદ્ધાદિક કર્મ અર્થે સેંકડોની સંખ્યામાં પધારતા રહ્યા છે.

ગુરુવારના રોજ કારતક માસની ચૌદશની તિથિને અનુલક્ષી પોતાના વડવાઓના સમયથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી સુરત સહિત ગુજરાતભરનો રાણા સમાજ વહેલી સવારથી જ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો.

રાણા સમાજના શ્રદ્ધાળુઓએ પવિત્ર નર્મદા જળમાં ડૂબકી લગાવી ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ , માર્કંડેશ્વર ઘાટ સહિતના નદી કિનારાઓ ખાતે પોતાના તીર્થ ગોર પાસે પિતૃ શ્રાદ્ધની વિધિમાં જોડાઈ બ્રાહ્મણોને વિવિધ પ્રકારના દાન અર્પણ કરી પોત પોતાના પૂર્વજોના મોક્ષની કામના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...