ભાસ્કર વિશેષ:માઉન્ટ સંતોપંથ શિખર પર ખજૂરીયાના યુવાને તિરંગો લહેરાવ્યો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના ખજૂરીયા ગામના યુવાન રવિ રાઠવાએ માઉન્ટ સંતોપંથ શિખર ઉપર પહોંચી તિરંગો લહેરાવી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી બતાવી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના ખજૂરીયા ગામના યુવાન રવિ રાઠવાએ માઉન્ટ સંતોપંથ શિખર ઉપર પહોંચી તિરંગો લહેરાવી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી બતાવી.
  • રવિ રાઠવા 600 મીટર સુધી પર્વત ઉપર ચઢવાની ટ્રેનિંગ કેમ્પમાં જોડાયો હતો
  • સંતોપંથની તૈયારી માટે છોટાઉદેપુરની પર્વતમાળામાં 10થી 12 કિમી રનિંગ કરતો હતો

છોટાઉદેપુર તાલુકાના ખજૂરીયા ગામનો યુવાન રવિભાઈ કિરીટભાઈ રાઠવા સમગ્ર જિલ્લા તથા રાજ્યમાં પર્વતારોહી તરીકે જાણીતો છે. અગાઉના સમયમાં પણ ઘણા શિખરો સર કર્યા હોય દાર્જિલિંગ ખાતે આવેલ હિમાલયા માઉન્ટેરિયન ઇન્સ્ટિટ્યૂટ ખાતે 6000 મીટર સુધી પર્વત ઉપર ચઢવાની બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ આ યુવાને લીધી હતી.હાલમાં આ યુવાને ગંગોત્રી નેશનલ પાર્ક સ્થિત ગઢવાલ હિમાલયની બીજો સૌથી ઊંચો શિખર માઉન્ટ સંતોપંથ 7,075 મીટર 23,211 ફૂટ ઉપર ચઢી ત્રિરંગો લહેરાવ્યો હતો. આ અભિયાનની શરૂઆત તા 23 ઓગસ્ટ ઉત્તરકાશીથી કરવામાં આવી હતી.

ત્યાંથી ગંગોત્રી ભોજવાસા, નંદનવન, વસુકિતાલ, બેઝ કેંપ 80થી 85 કિલોમીટર ટ્રેનિંગ કરી પહોંચ્યા હતા. ત્યાંથી કેમ્પ 1 અને કેમ્પ 2થી સમિટ માટે રાત્રે 11 વાગે નીકળ્યા હતા અને સાંજે 6:30 કલાકે શિખર ઉપર પહોંચ્યા હતા.ઉલ્લેખનીય છે કે પર્વતારોહી યુવાન રવિ રાઠવા સંતોપંથની તૈયારી માટે છોટાઉદેપુરની પર્વતમાળામાં 10થી 12 કિમી રનિંગ કરતો હતો. વધુમાં યુવાને જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી યુવાનો આગળ વધી સમાજનું નામ રોશન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...