તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:છોટાઉદેપુરના કુસુમસાગર તળાવની વેલો સાફ કરાશે

છોટાઉદેપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવમાં ઊગી નીકળેલી વેલો સાફ કરવા ટ્રીટમેન્ટ કરાવવામાં આવશે. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવમાં ઊગી નીકળેલી વેલો સાફ કરવા ટ્રીટમેન્ટ કરાવવામાં આવશે.
  • તળાવ ઘણા સમયથી ગંદકીથી ખદબદી રહ્યું છે
  • વેલોને કારણે તળાવની શોભા બગડી ગઈ છે

છોટાઉદેપુર નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવ છેલ્લા ઘણા સમયથી ગંદકીમાં ખદબદી રહ્યું છે. તળાવમાં ઊગી નીકળેલ નફ્ફટ વેલોને કારણે તળાવની શોભા બગડી ગઈ છે. જેની સાફ સફાઈ કરાવવા અર્થે ઘણા સમયથી નગરની પ્રજા માગ કરી રહી છે. જે અંગે તળાવમાં દવા નાખી ઊગી નીકળેલ વેલા દૂર કરવા અર્થે ટ્રીટમેન્ટ કરાવવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમસાગર તળાવ નગરની બરોબર મધ્યમાં આવેલ છે. જેને નગરની શોભા માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી તળાવની અંદર તથા આસપાસ ભારે ગંદકી અને નફ્ફટ વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રાત્રીના સમયે પવન ફૂંકાતા પાણીમાંથી ભારે દુર્ગંધ આવી રહી છે. ગંદકીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે લોકો તળાવ કિનારે જતા ખચકાય છે. જેને સાફ કરવા પ્રજાની માગ છે.

ટૂંક સમયમાં તળાવનું કામ હાથ ધરાશે
છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની અંદર ઊગી નીકળેલ વેલા તથા ગંદકીને દૂર કરવા અંગે અમોએ એજેન્સીનો સંપર્ક કર્યો છે. ઊગી નીકળેલ વેલાઓમાં દવા નાખવામાં આવશે અને ઊગી નીકળતી નફ્ફટ વેલ સમસ્યા કાયમી દૂર થાય તે અંગે ટૂંક સમયમાં કામ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.>ઝાકિરભાઈ દડી, નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...