છોટાઉદેપુરમાં શૌચાલય કૌભાંડ:ગ્રામજનોએ જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી

છોટા ઉદેપુર11 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લામાં શૌચાલયમાં મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર શૌચાલયના કૌભાંડની બૂમ સંભળાઈ રહી છે, ત્યારે વધુ એક ગામના શૌચાલય કૌભાંડની રજૂઆત કરવામાં આવી છે.

કવાંટ તાલુકાના પાનવડ ગામમાં શૌચાલય કૌભાંડ થયું હોવાની રજૂઆત જીલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. પાનવડ ગામમાં 112 જેટલા લોકોને શૌચાલયનો લાભ મળવા પાત્ર હતો. પરંતુ ગામનો જ એક વચેટિયો લાભાર્થીઓ પાસેથી લાલચ આપીને શૌચાલય બનાવ્યા વગર જ રૂપિયા ઉપાડી ગયો અને લાભાર્થીઓ લાભથી વંચિત રહ્યા છે. જે અંગે આજરોજ ગ્રામજનો દ્વારા જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...