અકસ્માત:ગોંદરિયા પાસે ટ્રક પલટી ખાઈને ખાડામાં પટકાઈ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગતરાત્રે લીલા નારીયલ ભરેલી ટ્રક રાજકોટ તરફથી નારિયેળ ભરીને છોટાઉદેપુર જતી હતી. તે દરમિયાન ભયજનક વળાંક પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગોંદરીયાના જંગલમાં રોડની સાઈડ પરના ઊંડા ખાડામાં ટ્રક પલટી ખાઇ જતા ડ્રાઇવર અને કંડેક્ટર દબાઇ ગયા હતા. ટ્રકમાંથી નીકળી બંને અકસ્માત સ્થળેથી ભાગી છૂટયા હતા. પાનવડથી છોટાઉદેપુર ખાનગી તેમજ સરકારી બસો પેસેન્જરો ભરીને અવરજવર કરતી હોય છે. અહીયા ભયજનક વળાંક વધુ હોવાથી સામે આવતા વાહનો દેખાતા નથી. જેના કારણે અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...