તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:છોટાઉદેપુર વિસ્તારમાં યોજાતા ચૂલમાં ચાલી આદિવાસીઓએ બાધા પૂરી કરી

છોટાઉદેપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં હોળી પ્રગટાવ્યા બાદ યોજાતા ચૂલમાં ચાલી આદિવાસીઓએ બાધા પુરી કરી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ વિસ્તારમાં હોળી પ્રગટાવ્યા બાદ યોજાતા ચૂલમાં ચાલી આદિવાસીઓએ બાધા પુરી કરી હતી.
 • હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચૂલના મેળા ભરાતા હોય છે
 • ધગધગતા અંગારાઓ ઉપર ચાલીને પોતાની બાધાઓ પૂર્ણ કરી હતી

છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં આદિવાસી સમાજમાં દિવાળી કરતા હોળી પર્વનું ઘણું મહત્વ રહેલું છે. હોળી પર્વ ધામધૂમ પૂર્વક ઉજવવા અર્થે સૌ આદિવાસી સમાજ એકત્રિત થઈને પોતાના માદરે વતન પહોંચી જઇ હર્ષોઉલ્લાસ સાથે ફાગણ સુદ પૂનમથી રંગપાંચમ સુધી હોળીની ઉજવણી કરતા હોય છે. હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ચુલના મેળા ભરતા હોય છે. જેમાં ધગધગતા અંગારાઓ ઉપર ચાલીને આદિવાસીઓ વર્ષ દરમ્યાન ની રાખેલી બાધાઓ પૂર્ણ કરે છે.

છોટાઉદેપુર વિસ્તારમાં ભરતા ચુલના મેળાઓમાં વર્ષ દરમ્યાન આદિવાસી સમાજના લોકો માન્યતા મુજબ બાધા રાખતા હોય છે. જેમાં કોઈને સંતાન ન થતું હોય, કોઈને મોટો રોગ થયો હોય, ચામડીના રોગ થયા હોય અથવા કોઈ અન્ય તકલીફ હોય જે બીમારીના નિવારણ માટે ચુલમાં ધગ ધગતા અંગારા ઉપર ચાલવાની બાધા રાખતા હોય છે. અને હોળી બાદ ભરતા ચુલના મેળાઓમાં એ બાધા પૂર્ણ કરતા હોય છે. અને નાચગાન સાથે ભારે આનંદ લૂંટતા હોય છે.

આ વર્ષે પણ ધગ ધગતા અંગરાઓ ઉપર ચાલીને આદિવાસીઓએ બાધાઓ પૂર્ણ કરી હતી. જિલ્લામાં ભરતા ચુલના મેળામાં દર વર્ષે ભારે મેદની એકત્રિત થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે જિલ્લાના ઘણા વિસ્તારોમાં પ્રજાએ સાદગીથી ઉજવણી કરી હતી.

આ વર્ષે મેળો ન યોજાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી
છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે. જે પૈકીના એસ એફ હાઈસ્કૂલ પાછળ છોટાઉદેપુર ઉપરાંત ઝોઝ, પાધરવાંટ, અને રાયસિંગપુરા, ચીસાડીયા, ગુનાટા, તથા પાવીજેતપુરના પાણીબાર, ઝાબ, થાંભલા, કવાંટ તાલુકાના રુમડીયા, કનલવા, ગુગલીયા, બૈડીયા, ભુમસવાડા, નવાલજા, ચિલીયાવાંટ, ચાવરીયા, અસાર, નાખલના મુખ્ય ચૂલ ગણાય છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાએ મેળાઓ યોજાય છે. પરંતુ આ વર્ષે કોરોનાએ ફરી માથું ઉંચકતા પ્રસાશન દ્વારા મેળાઓ નહીં યોજાયનું જાહેર કરતાં લોકોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો