તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કાળમાં ટ્રાન્સપોર્ટના ધંધા પડી ભાંગ્યા

છોટાઉદેપુર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં લોકડાઉનમાં સંચાલકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો
  • હાલની કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી ટ્રાન્સપોર્ટ સંચાલકોની માંગ

સમગ્ર દેશ દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ભારત દેશ પણ બાકાત નથી. કોરોનાને કારણે દેશના તમામ રાજ્યોમાં વેપાર ધંધા, શિક્ષણ, વગેરે તમામ ક્ષેત્રે ભારે નુકસાન થયું છે. અને દરેક વ્યક્તિને આર્થિક નુકસાનનો મોટો માર પડ્યો છે. હાલમાં ચાલી રહેલી મહામારીમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સંકળાયેલા સંચાલકોને કોરોના સમયમાં રાજ્યના ઘણા બજારો બંધ રહેતા ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં દરેક નાના મોટા વ્યાપાર ક્ષેત્રે ભારે મંદી અને કોરોના કાળમાં બજારો બંધ રહેતા ટ્રક માલિકો ટ્રાન્સપોર્ટને લગતા ધંધા પડી ભાંગ્યા છે.

માલની હેરાફેરી ઓછી થઈ જતા આવકમાં ભારે ઘટાડો થતા વાહનોના હપ્તા પણ ચૂકવતા નથી. એક તરફ ડીઝલના ભાવ વધી ગયા છે. ભાડું જોઈએ તેવું મળતું નથી. ધંધો કેમ ચલાવવો એ પ્રશ્ન છે. હાલની કપરી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેમ ટ્રાન્સપોર્ટ સંચાલકો માંગ કરી રહ્યા છે.છોટાઉદેપુર તાલુકાની આસપાસના વિસ્તારમાં ડોલોમાઈટ ઉદ્યોગ મોટા પ્રમાણમાં આવેલ છે. જેમાં ડોળોમાઈટ પથ્થરનો પાઉડર બનાવી તેનો સપ્લાય રાજ્યના જુદા જુદા વિસ્તારમાં મોરબી, સૌરાષ્ટ્ર, તથા મહારાષ્ટ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાં થાય છે.

ડોલોમાઈટ પાઉડરના ધંધામાં ભારે મંદી આવી જતા અને કોરોના સમયમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા ટ્રાન્સપોર્ટ તથા ડોલોમાઈટ ઉદ્યોગને ઘણું મોટું નુકસાન થયું છે. માલ અર્થે ઓર્ડર આવતો નથી તેમ ડોલોમાઈટ ફેકટરી માલિકો જણાવી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકો તથા આસપાસનો વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો ધંધો મોટે ભાગે ડોલોમાઇટ ઉદ્યોગ ઉપર ચાલી રહ્યો હોય જેમાં ભારે મંદી જોવા મળી રહી છે. બહારથી વેપારીઓ દ્વારા માલ ન મંગાવતા અમારા વાહનો ના પૈડાં થંભી ગયા છે.

એક તરફ ભારે મોંઘવારી અને મંદી, બીજી તરફ કોરોના મહામારીમાં બજારો બંધ રહેતા અને ડીઝલના ભાવ વધી જતાં હવે ધંધો કેમ કેમ ચલાવવો એ પ્રશ્ન છે. તેમ છોટાઉદેપુર ટ્રાન્સપોર્ટ સંચાલક અને અગ્રણી કનુભાઈ ગઢવી જણાવી રહ્યા છે.જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા 3 મહિના જેવા સમયથી ટ્રાન્સપોર્ટને લગતા ધંધા બંધ હોય નાના મોટા ટ્રાન્સપોર્રનો ધંધો કરતા ટ્રક માલિકો સંચાલકોને કરોડોનું નુકસાન ગયું છે. જે અંગે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તો થોડી રાહત થઇ શકે તેમ ટ્રાન્સપોર્ટ સંચાલક કનુભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...