કાર્યવાહી:તાડકાછલા નજીકથી ગેરકાયદેસર લાકડાં ભરીને જતો ટેમ્પો ઝડપાયો

જબુગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર લાકડાં ભરીને જતો ટેમ્પો બોડેલી વનવિભાગે ઝડપી પાડ્યો હતો. - Divya Bhaskar
ગેરકાયદેસર લાકડાં ભરીને જતો ટેમ્પો બોડેલી વનવિભાગે ઝડપી પાડ્યો હતો.
  • ટેમ્પો સાથે ઝડપાયેલા 3 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

છોટાઉદેપુર રેન્જના RFO નિરંજનભાઈ રાઠવાની સજાગતાના કારણે કોઈ લાકડા ચોરીને ફરાર થઈ ન જાય તે માટે વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલીંગ કડક બનાવી દેવામાં આવ્યું છે. ત્યારે વનવિભાગની ટીમ બોડેલી રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બોડેલી કવાંટ હાઈવે માર્ગ પરના તાડકાછલા ગામ નજીકથી એક ટેમ્પો નં GJ 5 U 3751માં ગેરકાયદેસર પંચરાઉ લાકડા વાહતુક ભરી લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીને આધારે વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જ્ગ્યાઓ પર વોચ ગોઠવી દીધી હતી.

વોચ દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા વનવિભાગની ટીમ દ્વારા ટેમ્પોનો પીછો કરી તાડકાછલા ગામના બસ સ્ટેન્ડ નજીક ટેમ્પો ઊભો રાખતા તેમાં ભરેલા પંચરાઉ લાકડાંની પાસ પરમીટ માંગતા ચાલકે તેમાં અસમર્થતા દર્શાવતા વન વિભાગે ભારતીય વન અધિનિયમની કલમ 41(2) મુજબ અટક કરી હતી.

ટેમ્પામાં તપાસ કરતા ગેરકાયદેસર ભરેલા 38 ક્વિન્ટલ પંચરાઉ લાકડાંની અંદાજીત રૂા. 13,490ની કિંમતના લાકડા મળી આવ્યા હતા. વનવિભાગ દ્વારા મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો સાથે ઝડપાયેલા ત્રણેય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ટેમ્પો જબુગામ વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...