નરાધમ શિક્ષકની હેવાનીયત:મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા ઉપર ગામના જ શિક્ષકે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું

છોટા ઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાની માતા ઘરે આવી જતા શિક્ષક કઢંગી હાલતમાં ભાગી ગયો

છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં 14 વર્ષીય મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા ઉપર ગામના અને શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ રાઠવાએ બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી ભાગી છુટ્યો હતો.

પરિવારજનો ઘરની પાછળના ખેતરમાં ડાંગર થાણવા ગયા હતા
છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં ગત 26 જુલાઈના રોજ મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા તેના માતા-પિતા, કાકા અને ભાઈ સાથે સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં ઘરે હતા. ત્યારે ગામનો જ અને બીજા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુભાઈ રૂપલાભાઈ રાઠવા ત્યાં આવ્યા હતા. અને કહ્યું કે મારા ખેતર મજૂર આવે ત્યાં સુધી હું આરામ કરી લઉં કહીને અડારીમાં પડેલો ખાટલામાં આડો પડ્યો હતો. ત્યારબાદ સગીરાના પરિવારજનો ઘરની પાછળના ખેતરમાં ડાંગર થાણવા ગયા હતા અને સગીરા ઘરમાં એકલી હતી. તેનો લાભ લઈને શિક્ષક બાબુભાઈ રૂપલાભાઇ રાઠવાએ મૂંગી અને મંદ બુદ્ધિની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારતો હતો તે સમયે સગીરાની માતા ઘરે આવી જતા શિક્ષક બાબુભાઈને કઢંગી હાલતમાં જોઈ જતા શિક્ષક બાબુ ત્યાથી ભાગી ગયો હતો.

પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
પોતાની દીકરી સાથે થયેલ કૃત્યને લઇને માતા ગભરાઈ ગઇ હતી અને સગીરાના પિતા, કાકા અને ભાઈને બોલાવીને સમગ્ર હકીકત જણાવી હતી. અને ઝોઝ પોલીસ મથકે નરાધમ શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરતા ઝોઝ પોલીસે આરોપી શિક્ષક બાબુભાઈ રૂપલાભાઈ રાઠવા વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...