તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:છોટાઉદેપુરમાં વધતા કોરોનાના કેસોને કારણે તંત્ર ભારે દ્વિધામાં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ નોંધાતાં કુલ આંક 2224
  • 1763 દર્દીઓ સાજા થયા, 428 સારવારમાં, કુલ 33ના મોત

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન ભારે વધારો થતો જાય છે. જેનાથી જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વધુ વકરતી જતી પરિસ્થિતિને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી સરકાર હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જિલ્લામાં આવેલ હોસ્પિટલોમાં સ્ટાફની પૂરતી ભરતી કરે તેની તાતી જરૂર છે. તેમ દર્દીઓના સગા માગ કરી રહ્યા છે.

ટાઉદેપુર જિલ્લામાં રવિવારે જિલ્લામાં નવા 42 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં રવિવારે બોડેલી તાલુકા 22, પાવીજેતપુર તાલુકામાં 8 કેસ, છોટાઉદેપુર તાલુકામાં 6 કેસ, કવાંટ તાલુકામાં 3 કેસ, નસવાડી તાલુકામાં 2 કેસ અને સંખેડા તાલુકામાં 1 કેસ પોઝિટિવ નોંધાયા હતા. તેમ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું. વધતા જતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ આ ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે. તેમજ પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

ત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2224 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે. રવિવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓ માંથી કોરોના તપાસ અર્થે 729 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1763 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 428 જેટલા દર્દીઓ એડમિટ છે અને 33 દર્દીના મોત થયા છે.છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 628 પાવીજેતપુર તાલુકામાં 307 બોડેલી તાલુકામાં 596 સંખેડા તાલુકામાં 240 કવાંટ તાલુકામાં 174 નસવાડી તાલુકામાં 279 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...