વિદ્યાર્થીઓને હાલાકી:પાણી પુરવઠા તંત્રની નિષ્કાળજીનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બન્યા

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર પાણી પુરવઠા નિગમના બાબુઓની કથિત બેદરકારીને લઈ તાલુકાની 40 જેટલી શાળાઓમાં પાણી પુરવઠા નિગમ દ્વારા બોર તો કરી આપ્યું. પણ પાણી ક્યારે બાળકોને મળશે તે એક યક્ષ પ્રશ્ન બનીને ઉભો થયો છે.

આ અંગે વિભાગના બાબુઓને પૂછતાં ઉઠા ભણાવે છે. છોટાઉદેપુર જિલ્લા સહિત તાલુકાની 40 શાળાઓમાં બાળકોને પડતી પાણીની તકલીફોને લઈ કરવામાં આવેલ વારંવારની રજૂઆતના પગલે પાણી પુરવઠા વિભાગને શાળાઓમાં બોર કરી આપવા મળી આવેલ મંજુરી અંતર્ગત શાળાઓમાં લગભગ છ માસ પૂર્વે બોર તો કરી આપવામાં આવેલ છે. પરંતુ સબ મર્શીબલ મોટર આજ દીન સુધી ફીટ કરવામાં આવી નથી. જેને લઈ બાળકો તેમજ વાલીઓમાં રોષ પ્રતિદિન વધી રહ્યો છે. સરકારની ગાઈડલાઇન પ્રમાણે ધો. 6થી 8ની શાળાઓ ચાલી રહી છે. દિવાળી વેકેશન બાદ તમામ વર્ગો શરૂ થવાની સંભાવ છે. ત્યારે પાણી પુરવઠા નિગમની ઘોર ઉપેક્ષાનો ભોગ વિદ્યાર્થીઓને કેટલાં સમય સુધી બનવું પડશે. તે તો આવનાર સમય જ બતાવી શકે તેમ છે. ત્યારે ખરેખર જિલ્લા સ્તરેથી કામગીરી પ્રત્યે બેદરકાર બનેલા બાબુઓને યોગ્ય પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...