છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નાની સઢલી ગામે સાથી હાથ બઢાનાના સુર સાથે વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયેલા કોઝવે ઉપર નવો રસ્તો તંત્ર દ્વારા બનાવવામાં ન આવતા ગામલોકો એ શ્રમદાન કરી જાતે રસ્તાની મરામત કરવાની ફરજ પડી છે. ગામલોકો જાત મહેનતે રસ્તાની મરામત કરવા મજબુર બન્યા છે.
છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ નાની સઢલી ગામે છોટાઉદેપુર અને અલીરાજપુર હાઈવેને જોડતો સોગતા નદી ઉપર કોઝવે આવેલો છે. જે કોઝવે બે વર્ષથી વરસાદના કારણે ધોવાઈ જાય છે અને રસ્તો બંધ હતો. નદીમાં આવતા ધસમસતા પાણીના પ્રવાહને કારણે દર વર્ષે રસ્તો ધોવાઈ જાય છે. તેમ ગામલોકો જણાવી રહ્યા છે.
અને સંપર્ક વિહોણા થઈ જાય છે. જેના કારણે ગામ લોકોને અવર જવર કરવામાં ભારે તકલીફ પડતી હોય છે. અને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. જે અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં પણ મરામત ન કરાતા ગામ લોકોએ જાતે રસ્તાની મરામત કરવાની શરૂ કરી છે. વારંવાર ધોવાણ થતા કોઝવેના બદલે મીની પુલ બનાવવાની પ્રજાની પ્રબળ માગ ઉઠી છે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સબ સલામતની વાતો થાય છે. પ્રજાની તકલીફો અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 2 વર્ષથી કોઝવે ધોવાઈ જવાને કારણે હવે શહેરમાં કેવી રીતે આવવું અને અવરજવર કેવીરીતે કરવી જે સમસ્યા મોટી છે. જેનો નિકાલ ન આવતા પ્રજમા રોષ જોવા મળી રહ્યો છે.
ઇમરજન્સી સેવાઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો આ રસ્તે કેમ કેમ જતા હશે એ પણ વિચારવા જેવી વાત છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ રસ્તો બનાવવામાં આવતો નથી. પરંતુ હવે પુલ બનાવવામાં આવે અને કાયમી નિકાલ થાય તેવી પ્રજા માગ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.