શ્રાવણ શરૂ: શિવાલયો ગૂંજ્યા:વાઘોડિયાના શિવાલયો ‘બમબમ ભોલે’ના ભક્તિનાદથી ગુંજી ઉઠ્યા

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાઘોડિયામાં આવેલ વાઘનાથ મહાદેવ અને માડોધરમાં આવેલ મહારુદ્ર મહાદેવ પૌરાણિક મંદિર છે. કોરોના ગાઈડલાઈનમાં છૂટછાટ મળતાં શ્રાવણના પહેલા દિવસે આ શિવાલય બમ બમ ભોલેના નાદ સાથે ભક્તોથી ઊભરાયું હતું.

સાવલી તાલુકામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરોમાં ભીડ ઉમટી
શ્રાવણ માસની શરૂઆત થતાં સાવલી નગરના ભીમનાથ મહાદેવના મંદિરમાં સવારથી જ ભક્તો પૂજ્ય સ્વામીજી અને ભીમનાથ દાદાની પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા. મંદિરના કલાત્મક શિવલિંગને શણગાર કરવામાં આવ્યા હતા.

સંખેડામાં અર્જુનનાથ મહાદેવ મંદિરે ચોખાના કમળના દર્શન યોજાયા
સંખેડા અર્જુનનાથ મહાદેવ મંદિરે ચોખાનું અને નકુલેશ્વર મહાદેવ મંદિરે ઘઉંના કમળ ભરાયું હતું. આ બંન્ને મંદિર એક બીજાની આગળ પાછળ જ આવેલા છે. શ્રાવણના પહેલા સોમવારે શિવભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...