હાલાકી:છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવ મંદિર તરફ જતો રસ્તો બિસ્માર બન્યો

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

છોટાઉદેપુર ઓરસંગનદીના સામે કિનારે આવેલું અતિ પ્રાચીન શ્રી જાગનાથ મહાદેવ મંદિરે વર્ષોથી દર્શન અર્થ ભક્તો જાય છે. શિવાલયમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. પરંતુ દર્શન અર્થે જવાનો માર્ગ રેતી માફિયાઓના ત્રાસે સાવ તૂટી ગયો છે. જેના કારણે દર્શન અર્થે જનાર ભક્તોને વાહનો લઈને જવામાં ભારે તકલીફ પડી રહી છે.

પરંતુ તંત્રના ધ્યાને આ વાત આવતી ન હોય તેમ લાગી રહ્યું છે. શ્રી જાગનાથ મહાદેવ મંદિર તરફ જતા રસ્તામાં ભારે મોટા ગાબડા પડી ગયા છે. રોડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. જ્યારે રોડની સાઈડો પણ ધોવાઈ ગઈ છે. ભારે વરસાદને કારણે રોડને વધુ નુકસાન થયું છે. હાલ ગૌરીવ્રત ચાલી રહ્યા છે. બાળાઓ તથા યુવતીઓને પૂજન અર્થે મંદિરે જવાનું હોય. પરંતુ ખરાબ કાદવ કિચચડ વાળા રસ્તાને કારણે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...