ઉત્તરોત્તર સુધારો:છોટાઉદેપુર જિલ્લાનું 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 47.15 % આવ્યું

છોટાઉદેપુર, ડભોઇ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં 3 વર્ષથી ક્રમશ: સુધારો થયો
  • ડભોઈ કેન્દ્રમાં પ્રથમ ત્રણ ક્રમે વિદ્યાર્થિનીઓએ બાજી મારી

છેલ્લા કેટલાક વર્ષથી છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નીચું જોવા મળતું હતું. પરંતુ તેમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળતો હતો. આ વર્ષે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 47.15 ટકા આવ્યું છે. પ્રથમ 3 નંબર આવેલ ત્રણે ત્રણ વિદ્યાર્થીનીઓ વર્તમાન પરિણામમાં જિલ્લામાં મેદાન માર્યું છે. છોટાઉદેપુર આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે.

આ જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી પરિણામો નીચા જોવા મળ્યા હતા. જોકે છેલ્લા ત્રણેક વર્ષથી પરિણામમાં ઉત્તરોતર થોડો સુધારો જોવા મળ્યો છે. આ વર્ષે એમાં થોડો વધારે સારો સુધારો જોવા મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના બે પરીક્ષા કેન્દ્રો હતા છોટાઉદેપુર અને બોડેલી વિજ્ઞાન પ્રવાહના બંને કેન્દ્રો ઉપર એકંદરે સારું પરિણામ આવ્યું છે.

છોટાઉદેપુર કેન્દ્રનું પરિણામ 57 ટકા અને બોડેલી કેન્દ્રનું પરિણામ 40.66 ટકા આવ્યું છે. જિલ્લામાં કુલ 719 વિદ્યાર્થીઓ પૈકી 339 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લાનું કુલ પરિણામ 47.15 ટકા નોંધાયું છે. પરિણામોમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ તમામ વિદ્યાર્થીનીઓ જ છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલી વિદ્યાર્થીનીઓ બોડેલીની હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે.

ડભોઇ કેન્દ્રમાં પરિણામ 55.48 %
ગુજરાત બોર્ડનુ વિજ્ઞાન પ્રવાહનુ પરીણામ 72.02 જાહેર થયું છે. જેમા ડભોઇ કેન્દ્રમા કુલ-431 સંખ્યા હતી. જેમાંથી 429 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાના 238 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેથી ડભોઇ કેન્દ્રનુ વિજ્ઞાન પ્રવાહનુ પરીણામ 55.48 જાહેર થયુ હતુ. પરીણામ આવતા શાળા સંચાલકોમા પરીણામની ગણતરી અને વિશ્લેષણ કરવામાં લાગી ગયા હતા.

ડભોઇના મોટા હબીપુરાની વિદ્યાર્થિની શેખ નસ્તેન સાદિકભાઇ 91.27 ઓવરઓલ પી.આર. સાથે પ્રથમ રહી હતી. જ્યારે દ્રીતીય નંબરે પણ વિદ્યાર્થિની સૈયદ મિસ્બારેહાના સોકતહુશેન 91.04 પી.આર. સાથે આવી હતી. જ્યારે તૃતિય નંબરે ડભોઇની વિદ્યાર્થિની પ્રજાપતિ હેમાંગી હરેશભાઇ 89.13 પી.આર.સાથે રહી હતી.

આમ ડભોઇ કેન્દ્ર મા વિજ્ઞાન પ્રવાહમા જાહેર થયેલ પરીણામમા વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુ હતુ. અગાઉ કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન સાથે શાળાઓ અનિયમીત ચાલતી હોવાના કારણે અભ્યાસ પર અસર પડી હતી. જોકે 2022ની પરિક્ષામાં ડભોઇ કેનદ્રમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓએ મેદાન મારીને ગૌરવ વધારી દીધુ હતું.

બોડેલી કેન્દ્રનુ ધોરણ 12 સાયન્સનુ 47 ટકા પરિણામ
બોડેલી કેન્દ્રનુ 47 ટકા પરિણામ આવ્યું હતું. કુલ 162 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી 55 પાસ થયા છે. તેમાં આંચલ સંતોષ પાંડેના 558 ગુણ સાથે 98.88 પર્સન્ટાઇલ રેન્ક અને 85.84% જ્યારે બીજા ક્રમે રિદ્ધિ હિતેશભાઈ શાહના 556 ગુણ સાથે 85.53% અને ત્રીજા ક્રમે ખદીઝા બાનું મોહમ્મદ હયાત ખત્રીના 535 ગુણ સાથે 82.30% આવ્યા છે. ત્રણે છાત્રા બોડેલી કેન્દ્રમાં જ પરિક્ષા આપી હતી.

જિલ્લામાં પ્રથમ આવેલી પાંડે આંચલ ટ્યુશન નથી ગઈ, યુ ટ્યુબ ઉપર વીડિયો જોઈ શીખી
છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલી વિદ્યાર્થીની પાંડે આંચલબેન સંતોષભાઈ જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. પાંડે આંચલબેન સાથે થયેલી વાતચીત દરમિયાન તેણીએ જણાવ્યું હતું કે, ‘હું 7 વર્ષની અને મારી બેન 6 વર્ષની હતી ત્યારે જ પિતાનું અવસાન થયું હતું. મારા કાકા પાંડે રાજેશકુમાર સાથે જ અમે રહીએ છીએ. કાકા સ્કૂલમાં શિક્ષક છે. હું દરરોજ 8-9 કલાક વાંચન કરતી હતી. ટીવી પણ ફ્રેશ થવા પૂરતું અડધો કલાક જોતા હતા. આઉટ સાઈડ ગેમ ક્યારેક રમતા હતા. હવે મારી ઈચ્છા એમ.બી.બી.એસ. કરવાની છે. ધો.11 અને 12 સાયન્સમાં ટ્યુશન રાખ્યું નહોતું. ટ્યુશન ગઈ નહોંતી. પણ યુ ટ્યુબ ઉપર આવતા વિડીયો જોતી અને તેમાંથી શીખતી હતી.એટલે એમ કે સફળતાનો શ્રેય સૌથી વધુ યુ ટ્યુબને જાય છે. મારી શાળાના શિક્ષકોએ પણ સરસ ભણાવ્યા હતા. ઘરના સૌ સભ્યોનો પણ સહકાર હતો’.

કન્યા કેળવણીના સરકારના જે પ્રયાસો છે, તે સાકાર થતા જોવા મળી રહ્યા છે
છેલ્લા 3 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના પરિણામમાં ક્રમશ: સુધારો થયો છે.જિલ્લામાં પ્રથમ 3 ક્રમે દીકરીઓ આવી છે. કન્યા કેળવણીના સરકારના જે પ્રયાસો છે. તે સાકાર થતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાળામાં ઉપરાંત દીક્ષા પોર્ટલ તેમજ ઓનલાઈન પણ શિક્ષકો દ્વારા અપલોડ કરાતા વિડીયો, યુ ટ્યુબના વિડીયો જેવા મટીરીયલ જોઈ સારી રીતે શિક્ષણ મેળવી શક્યા છે. > ક્રિષ્ણાબેન પચાણી, EDEO, છોટાઉદેપુર

અન્ય સમાચારો પણ છે...