તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજામાં ભારે આનંદ:ઉનાળામાં કોરી પડી ગયેલી છોટાઉદેપુરની ઓરસંગમાં ઉપરવાસના વરસાદે પ્રાણ પૂર્યા

છોટાઉદેપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં પાણી આવતાં પાણીની તકલીફમાંથી થોડો સમય રાહત મળતાં પ્રજામાં આનંદ

છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ઉપરવાસમાં વરસાદ થતાં નવા નીર આવ્યા હતા. જેના કારણે પ્રજામાં ભારે આનંદ છવાયો હતો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા ઓરસંગ નદીમાં નવું પાણી આવ્યું હતું. ઉનાળા દરમ્યાન તદ્દન કોરી પડી ગયેલી ઓરસંગ નદીમાં નવું પાણી આવતા પ્રજામાં ભારે આનંદ જોવા મળ્યો છે. મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ ભાભરા જંગલના ડુંગરાળ વિસ્તારમાંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લામાં થઈ ચાણોદ ત્રિવેણી સંગમ ખાતે નર્મદા નદીને મળે છે.

છોટાઉદેપુર નગર તથા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ઓરસંગ દ્વારા પ્રજાને પાણી મળે છે. દર ઉનાળામાં નદીમાં પાણી સુકાઈ જતા પ્રજાને પાણીની ભારે તકલીફ પડે છે. અને કાળઝાળ ગરમીમાં પાણીની વધુ જરૂર હોય પણ પાણી મળતું નથી. ઉપરવાસમાં મધ્યપ્રદેશ તરફ વધુ વરસાદ વરસતા સોમવાર તા.7 જૂનના વહેલી સવારે 8-30 વાગ્યાની આસપાસ છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા. નદીમાં પાણીનો રેલો આવતા થોડા સમય માટે પાણીની તકલીફમાં રાહત થાય તેમ હોઈ જેનાથી સમગ્ર જિલ્લાની પ્રજામાં ખુશી જોવા મળી હતી.

નવા નીર આવતા પ્રજાને પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં અપાશે
દર વર્ષે ઉનાળામાં ઓરસંગનદીમાં પાણી સુકાઈ જતા નગરની પ્રજાને આતરે દિવસે પાણી મળતું હતું. પરંતુ ચાલુ વર્ષે રોજ પાણી આપવામાં આવતું હતું. સોમવારે કુદરતની મહેરબાનીથી ઓરસંગ નદીમાં નવા નીર આવતા પ્રજાને જે પાણીનો પુરવઠો ઓછો આપવામાં આવતો હતો તેનો સમય વધારવામાં આવશે અને પૂરતા પ્રમાણમાં પુરવઠો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. > ઝાકિરભાઈ દડી, ઈન્ચાર્જ પ્રમુખ, છોટાઉદેપુર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...