તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનના ભણકારા:1950 પહેલાના મંગાયેલા જાતિના પુરાવાઓ ક્યાંથી લાવવા એ સમાજમાં પ્રશ્ન

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દે આંદોલનના ભણકારા
  • આજે રાજ્યના CM તથા TDMને રૂબરૂમાં મળી રજૂઆત કરાશે

છોટાઉદેપુર જિલ્લો બોહળી આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં વર્ષોથી આદિવાસી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો અર્થે વિવાદ ચાલી રહ્યો છે. આદીવાસી જાતિ અંગે 50 વર્ષ પહેલાના પુરાવા માંગવામાં આવતા ક્યાંથી લાવવા એ પ્રશ્ન છે. જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગોમાં નવ નિયનિયુક્ત ભરતી પામેલા 125 જેટલા યુવાન યુવતીઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રની ખરાઈ અર્થે નોટિસ આપવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આદિવાસી સમાજ આંદોલન કરવાના મૂડમાં છે. તેમ આદિવાસી સમાજના આગેવાન અને રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં નવ નિયુક્ત ભરતી થયેલા આદિવાસી યુવાનોને કમિશ્નર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રની ખરાઈ અર્થે રાજ્ય વિશ્લેષણ સમિતિ સમક્ષ રૂબરૂ હાજર રહેવા જિલ્લામાં જુદા જુદા વિભાગમાં અંદાજિત 125 જેટલા નવા ભરતી થયેલા આદિવાસી યુવાનોને નોટિસો આપવામાં આવી છે. જે બાબતે આદિવાસી યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલમાં આવનાર સમયમાં જો આજ રીતે જાતિના દાખલાના પ્રશ્ને હેરાનગતિ કરવામાં આવશે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ આદિવાસી સમાજમાં ચર્ચાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો માટે આ જાતિના દાખલાનો પ્રશ્ન જૂનો છે. જેમાં 1950 પહેલાના પુરાવાઓ માંગવામાં આવતા ક્યાંથી લાવવા એ સમાજમાં પ્રશ્ન છે.

વારંવાર આદિવાસી સમાજના લોકો પાસે આ રીતે જાતિના દાખલા સંદર્ભે પુરાવા માંગતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અંગે મંગળવાર તા 15 જૂનના રોજ રાજ્યના મુખ્ય મંત્રી તથા આદિજાતિ વિકાસ મંત્રીને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વરિષ્ટ આગેવાનો રૂબરૂમાં ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરનાર છે. તેમ જાણવા મળ્યું હતું.

1961માં ગુજરાતની સ્થાપના થઇ તે પહેલાના પુરાવા ક્યાંથી લાવવા?
સરકાર દ્વારા આદિવાસી સમાજને હેરાન કરવાની વાત છે. સરકારની વિશ્લેણ સમિતિ પ્રમાણ પત્રની ખરાઈ અર્થે 1950 પહેલાના દાખલા માંગવામાં આવી રહ્યા છે. ત્રણ પેઢી બદલાઈ ગઈ તે વખતેના લોકો ભણેલા પણ ન હતા. 1961માં ગુજરાતની સ્થાપના થઇ તે પહેલાના પુરાવા ક્યાંથી લાવવા? 1950 પહેલાની કોઈ માહિતી મળે તેમ નથી.

આ બાબતે અમોએ સરકારમાં લેખિતમાં આપ્યું છે. જો આજ રીતના આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા મુદ્દે હેરાન કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. > નારણભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ

અન્ય સમાચારો પણ છે...