આયોજન:અલ્હાદપુર ખાતે 20 ઓક્ટોબરે CMની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરોડા ડેરી દ્વારા બનાવાયેલા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

આગામી તા. 20મી, ઓકટોબરના રોજ બપોરે 03:00 કલાકે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલ્હાદપુર ગામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં બરોડા ડેરી દ્વારા રૂા. 100 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન બરોડા ડેરીના મેનજીંગ ડિરેક્ટર જોશીએ કાર્યક્રમ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, અલ્હાદપુર ખાતે આવેલા ચિલીંગ સેન્ટરનું વિસ્તરણ કરી મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.

જેનું રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે એમ જણાવી તેમણે કાર્યક્રમ અંગે વિગતે જાણકારી આપી હતી. આ અંગે બોડેલી એપીએમસીમાં હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં બોડેલી એપીએમસી ખાતે બપોરે 3:00 કલાકની આસપાસ ઉતરશે. ત્યાંથી તેઓનો કાફલો બાય કાર અલ્હાદપુરા ગામ ખાતે મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી પરત ગાંધીનગર ખાતે રવાના થશે તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...