તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:તેજગઢ સબ ડિવિઝન કચેરીનું વીજ કનેક્શન ખેડૂતોએ જ કાપી નાખ્યું

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતી માટે વીજ પુરવઠો ન મળતા ખેડૂતો એકત્રિત થઈને વીજ કચેરીએ ગયા હતા
  • વારંવાર રજૂઆત કરવા છતા વીજ કચેરી દ્વારા સમસ્યાનો ઉકેલ ન લવાતા પગલું ભર્યું

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીના તેજગઢમાં આવેલ સબ ડીવીઝનનું વીજ પુરવઠો ખેતી અર્થે નહિ મળતા તા 6 અને તા 7 બે દિવસ સુધી ખેડૂતો એકત્રિત થઈને સબ ડીવીઝન કચેરીનું વીજ કનેક્શન કાપી નાખતા બે દિવસથી સબ ડીવીઝન કચેરીને તાળા લાગેલા છે. તેજગઢ મધ્ય ગુજરાત સબ ડીવીઝન ની અંદર 120 ગામ આવેલ છે.

તેમાં ખેતીવાડી ફીડરની લાઇન ઉપર 18 ગામોને વીજ કનેક્શન આપેલા છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી વીજ કંપની દ્વારા ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી. જેને લઇ ખેતીને નુકસાન થતું હોવાની રાજુઆતોની કોઈ અસર નથી છતાં 70 જેટલા ખેડૂતો એકત્રિત થઈ તેજગઢ સબ ડીવીઝન કચેરીનું બે દિવસ કનેક્શન કાપી નાખતા વીજ કંપનીના અધિકારીઓ ફફડી ગયા છે.

હાઉસ કનેક્શનમાં પણ વીજ પુરવઠો ગયા પછી ચારથી પાંચ કલાક મળતો નથી
આ અંગે તેજગઢ ગામના સરપંચ નરસિંહભાઈ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ખેડૂતો તથા અન્ય ગામની વ્યક્તિઓને વીજ પુરવઠો નિયમિત મળતો નથી. છાશવારે લાઈનો ફોલ્ટ ઉપર ગાયનું બહાનું ધરે છે. ખેડૂતોને સવારે વીજ પુરવઠો આપવાનો હોય એની જગ્યાએ 11:00 વાગે આપે અને એ રેગ્યુલર આઠ કલાક મળતો નથી. આવું હાઉસ કનેક્શનમાં પણ વીજ પુરવઠો ગયા પછી ચારથી પાંચ કલાક મળતો નથી. જેથી પ્રજાએ આ પગલું ભર્યું છે. જે ખેડૂતોએ પગલું ભર્યું એ હાલમાં વરસાદ પડતો નથી અને ડાંગરની ઓરણી રખડે એના આક્રોશમાં ભર્યું છે. ડાંગરની ઓરણી માટે મજૂરો બોલાવવામાં આવે અને વીજ પુરવઠો નહિ મળતા પાણીની કારીઓ ભરાય નહિ અને કામ થાય નહિ જેથી ખેડૂતો ભારે આક્રોશમાં તેજગઢ સબ ડીવીઝન કચેરીએ પોહચ્યા હતા અને વીજ કનેક્શન કાપી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

સમયમાં ફેરફાર કરવા માટે ઉંચ્ચ કક્ષાએ રજુઆત કરવી પડે
તેજગઢમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનું કનેક્શન ખેડૂતો દ્વારા કાપી નાખ્યું એ અંગે મધ્ય ગુજરાત વીજ કંપનીના છોટાઉદેપુર વિભાગના એજ્યુકેટીવ એન્જીનીયર ડી. સી. મોદીએ ફોન ઉપર જણાવ્યું હતું કે ખેડૂતો સમયમાં ફેરફાર અંગે માંગણી કરે છે. એ અંગે ઉંચ્ચ કક્ષાએ રજુઆત કરવી પડે અમોએ હેડ ઓફિસમાં જાણ કરી છે. ખેડૂતોએ જે લાઇન ફોલ્ટ થતા નવી લાઇન નાખવા બાબતે માંગણી કરીએ અમોએ માન્ય રાખી છે. છતાં વીજ કનેક્શન કચેરીનું કાપ્યું એ યોગ્ય નથી.

સરકાર દ્વારા નક્કી કરેલા સમયે વીજ પુરવઠો આપીએ છીએ
તેજગઢમાં મધ્ય ગુજરાત વીજ કંપનીનું કનેક્શન કાપી નાખ્યું એ સંદર્ભે તેજગઢ સબ ડીવીઝનના ડેપ્યુટી એન્જીનીયર એસ આઈ પ્રજાપતિ એ ફોન ઉપર જણાવ્યું હતું કે ખેડૂતોને સવારે 9 કલાકે વીજ પુરવઠો માંગે છે. પરંતુ 11 વાગ્યાનો સમય ઉંચ્ચ કક્ષાએથી મંજુર કરેલ છે. એમાં અમો કાંઈ કરી શકતા નથી. વીજ લાઈનો ફોલ્ટ ઉપર હોય તેનું તુર્ત રીપેરીંગ કામ કરી કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...