છોટાઉદેપુર ઓરસંગનદીને સામે કિનારે આવેલ 10 જેટલા ગામોના રહીશો ઓરસંગ નદીમાં દર વર્ષે દોઢ લાખ રૂપિયા ખર્ચી સ્વ ખર્ચે રસ્તો નદીમાં માટી નાખી રસ્તો બનાવવા ઉપર મજબુર બન્યા છે. સીધા નદીમાંથી નીકળે તો ધંધોડા ખાતે માત્ર 1થી દોઢ કિલોમીટરમા જ પહોચી શકાય છે. જેથી 15 કિલોમીટરનો ફેરો બચી જાય છે.
જેના કારણે લોકો રસ્તો બનાવવા મજબુર બન્યા છે. છેલ્લા ઘણા સમયથી ઓરસંગ નદીમાંથી સીમલફળિયાથી સામે કિનારે ધંધોડા સુધી મીની પુલ બનાવવા અર્થે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવતા ઘરના ખર્ચે ફાળો એકત્રિત કરી ગામકોલો મજબુર બન્યા છે. પરંતુ નેતાઓના કાને કે આંખોમાં અત્યાર સુધી આ વાતો ધ્યાને આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ઓરસંગ નદીને સામે કિનારે આવેલ સીમલફલિયા, પાદરવાંટ, ભેસા, માલધી, ધર્મજ, ઓલીઅંબા, જેવા 10 ગામોને છોટાઉદેપુર આવવું હોય તો 15 કિલોમીટર જેવો ફેરો ફરીને આવવું પડે છે. જેમાં સમય બગડે છે. તથા પેટ્રોલ ડિઝલનો ખર્ચ વધી જાય છે. હવે સામે કિનારે આવેલ ગામોમાં અંદાજીત 12 હજારની વસ્તી હશે જે આ સમસ્યાથી વર્ષોથી પરેશાન છે. પરંતુ પ્રજાની માંગને હજુ સુધી કોઈ અસર થઈ નથી. તેમ સામાજિક આગેવાન પ્રદીપભાઈ રાઠવા જણાવી રહ્યા છે.
ચૂંટણી આવતા સૌ વોટ માંગવા નીકળી પડે છે. પરંતુ પ્રજા લક્ષી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. જેથી મતદારો પણ વિચાર કરી રહ્યા છે. કે હવે કરવું તો શું કરવું એ પ્રશ્ન ચૂંટણીમાં વોટ કોને આપવા કે કેમ? છોટાઉદેપુર જિલ્લાના ઘણા અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા નાળાની સમસ્યાઓ છે. જેને બનાવવા પ્રજાએ ઘણી રજૂઆતો કરી છતાં બન્યા ન હોઇ જેના કારણે પ્રજમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. શુ આદિવાસી વિસ્તારમાં પ્રજાના કામો થશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.