ડાકણનો વહેમ રાખી ઠંડા કલેજે હત્યા:છોટા ઉદેપુરમાં ભત્રીજા વહુએ કાકી સાસુને ધારીયાના ઘા ઝીંક્યા; કાંડા કાપી નાખી મારતાં મારતાં ઘરઆંગણે લઈ ગઈ

છોટા ઉદેપુર2 મહિનો પહેલા

ગુજરાતમાં હાલમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદ પર આવેલા ગામોમાં હજી પણ અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના છોટા ઉદેપુરના ખડખડ ગામેથી સામે આવી છે, જ્યાં ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખી કાકી સાસુની ધારીયા (પાળિયા)ના ઘા મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખી કાકી સાસુની ધારીયાના ઘા મારી હત્યા કરી
ભત્રીજા વહુએ ડાકણનો વહેમ રાખી કાકી સાસુની ધારીયાના ઘા મારી હત્યા કરી

પુત્રીને કાકી સાસુ ખાઈ હોવાનો વહેમ રાખી હત્યા કરી
છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના સરહદી ખડખડ ગામે ડાકણનો વહેમ રાખી કાકી સાસુને ધારીયા (પાળિયા)ના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી છે. ખડખડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગલીબેન કેમતભાઈ રાઠવાની 14 વર્ષીય પુત્રી થોડા મહિના અગાઉ ગુજરી ગઈ હતી. જેને ગામમાં રહેતા કાકી સાસુ હિંગળીબેન ધનસિંગભાઈ રાઠવા ખાઈ ગઈ હોવાનો વહેમ રાખી ભત્રીજા વહુએ કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે.

છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના સરહદી ખડખડ ગામનો ચકચારી કિસ્સો
છોટા ઉદેપુર જિલ્લાના છેવાડાના સરહદી ખડખડ ગામનો ચકચારી કિસ્સો

ઘા મારતાં મારતાં 20 ફૂટ દૂર સુધી લઈ ગઈ
કાકી સાસુ પાણી ભરતી હતી ત્યાંથી પરત ફરતી વખતે કાકી સાસુનું કાસળ કાઢવામાં ઇરાદે સંતાઈને બેઠેલી ભત્રીજા વહુ રંગલીબેને કાકી સાસુ ઉપર પાછળથી પાળિયા વડે હુમલો કર્યો હતો અને ક્રૂરતાથી પાળિયાના એક પછી એક એમ સાતથી આઠ ઘા ગળા પર-માથામાં તેમજ હાથના કાંડાને કાપી નાખ્યા હતા. ઉપરાંત આટલેથી ન અટકતાં છાતીના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરી હતી. કાકી સાસુને પાળિયાના ઘા મારતાં મારતાં તે 20 ફૂટ દૂર સુધી લઈ ગઈ હતી અને ઘર આંગણે હિંગળીબેનને મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી નાખી હતી.

કાકી સાસુ પોતાની પુત્રીને ભરખી ગઈ હોવાનો વહેમ રાખી હત્યા કરી
કાકી સાસુ પોતાની પુત્રીને ભરખી ગઈ હોવાનો વહેમ રાખી હત્યા કરી

આરોપી મહિલાના બાળકો નિ:સહાય બન્યાં
આ હત્યાની ઘટનાનો ભોગ મૃતકના પરિવાર સહિત આરોપી મહિલાનો પરિવાર પણ બન્યો છે. આરોપી રંગલીબેન રાઠવાનો એક વર્ષનો છોકરો અને 6 વર્ષીય છોકરી પણ છે. રંગલીબેન રાઠવાને આવેલા ગુસ્સાનો ભોગ તેના બે બાળકો બન્યા છે. એક વર્ષના બાળકે કે જેણે દુનિયા હજુ જોવાની શરૂઆત કરી છે, ત્યારે તે માતાને કુમળી વયે જેલમાં જોવા મજબુર બની ગયો છે. આ બાબતની જાણ રંગપુર પોલીસને થતા રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રંગલીબેન રાઠવાની પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી હતી અને કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરી આ બાબતે રંગપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી રંગલીબેન રાઠવાની પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી
આરોપી રંગલીબેન રાઠવાની પોલીસે ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી
અન્ય સમાચારો પણ છે...