તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પલાસવાડા પાસે સાંકડો રેલવે ફાટક પહોળો કરાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યસભા સાંસદની માંગને સકારાત્મક પ્રતિભાવ મળ્યો - Divya Bhaskar
રાજ્યસભા સાંસદની માંગને સકારાત્મક પ્રતિભાવ મળ્યો
  • ટ્રાફિકજામની સમસ્યાથી પ્રજા ત્રાસી છે
  • ફાટક પહોળો કરવાની માગ સફળ થઇ

વડોદરા-છોટાઉદેપુર-મધ્યપ્રદેશને જોડતા રોડ ઉપર પલાસવાડા પાસે સાંકડો રેલવે ફાટક પહોંળો કરવામાં આવશે. વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા પલાસવાડા પાસે હાઇવે રોડ ઉપર આવેલ સાંકડા રેલવે ફાટક પાસે વારંવાર ટ્રાફિકજામ થઈ જતાં અને કલાકો સુધી ઉભા રહેવાથી પ્રજા ત્રાસી જતી હતી. એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ પણ જઈ શકતી ન હતી.

રાહદારીઓનો સમય બગડતો હતો. જે અંગે પ્રજાની ગંભીર ફરિયાદો અને સમસ્યાને લઈ સાંકડા ફાટકને પહોંળો કરવા રાજ્યસભા સાંસદ અને માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ ડીઆરએમ ડિવિઝનલ રેલવે મેનેજરને પત્ર લખી માગ કરી હતી. જેના જવાબમાં ડીઆરએમ અમિત ગુપ્તાએ રાજ્યસભા સાંસદ અને માજી રેલ રાજ્યમંત્રી નારણભાઇ રાઠવાને પત્ર લખીને જાણ કરી હતી કે ફાટકથી પસાર થતો રોડ 4 લેન છે.અને ફાટક ઉપર 2 લેન છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે. આ સમસ્યાને દૂર કરવા ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની પ્રક્રિયા કરી સમસ્યાને સમાપ્ત કરવામાં આવશે.

જેનો હાલ પ્રોસેસ ચાલુ છે. જેની અંદાજિત સમય મર્યાદા 30 મહિનાની છે. તથા ટ્રાફિકજામની સમસ્યાને તાત્કાલિક નિવારવા હેતુ ફાટકને પહોંળો કરી ડાયવર્ઝન રોડનું નિર્માણ કરવું જરૂરી છે. જે કામ રાજ્ય રોડ બ્રિજ વિભાગ દ્વારા કરવાનું હોય છે. જે માટે મુખ્ય એન્જિનિયર આર એન્ડ બી અને જિલ્લા અધિકારીને પત્રનાં માધ્યમથી જાણ કરવામાં આવી છે. અને આ કામ જલદીથી શરૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ સાંસદને લખેલ પત્રમાં રેલવે વિભાગ ડીઆરએમએ જણાવ્યું છે.

ફાટક પહોંળી કરવાની નારણ રાઠવાની માગને સકારાત્મક પ્રતિભાવ મળતા પ્રજામાં ખુશીની લહેર જોવા મળી છે. આ અંગે રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવાએ વધુમાં જણાવ્યું છે કે આ પલાસવાડા ફાટક ઉપર ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે. પરંતુ જ્યાં સુધી ઓવરબ્રિજ ના બને ત્યાં સુધી ફાટકને પહોંળો કરવો ઘણી જરૂરી છે. જે અંગે રેલવે તંત્રએ પ્રજાની રજૂઆતો સાંભળી જે માટે હું આભાર વ્યક્ત કરું છું. તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...