તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુરના ધારાસભ્યે કોરોનાના દર્દીઓ માટે 50 લાખની સહાય કરી

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય સુવિધાઓ અર્થે ફાળવણી
  • અગાઉ 15 લાખ અને હાલમાં 35 લાખની સહાય આપી

છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. જનરલ હોસ્પિટલોમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. જેથી છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ પોતાની ગ્રાન્ટમાંથી અગાઉ 15 અને હાલમાં 35 લાખ કુલ રૂા.50 લાખ છોટાઉદેપુરમાં ઓક્સિજન પ્લાન્ટ સહિતની સુવિધાઓ અર્થે ફાળવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઘણીજ ઉણપો છે. જેથી છોટાઉદેપુર ધારાસભ્યેને મળનાર ગ્રાન્ટમાંથી આરોગ્ય અને સરવારની સુવિધાઓ માટે રૂપિયા 2 લાખ રંગપુર પીએચસી કેન્દ્ર ખાતે દર્દીઓના પલંગ, ગાદલા, ઓશિકા, ચાદર માટે તેમજ રૂ. 33 લાખ ઓક્સિજન પ્લાન્ટ અર્થે ફાળવ્યાં છે. ધારાસભ્યે સહાય કરી પ્રજાની મદદ કરતા આનંદની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...