આરોપી પોલીસના સકંજામાં:છેલ્લા ત્રણ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

છોટા ઉદેપુર22 દિવસ પહેલા

છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જ્યાંથી અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. આવા જ એક કેસમાં 2019ના વર્ષમાં રમેશભાઈ ખુમાનસિંગ ઉર્ફે ખુમસિંગભાઈ રાઠવા, રહે. નાના રાયછા તા. કવાંટ, ફરાર હતો. જેને એલસીબીએ ઝડપી પાડી કવાંટ પોલીસ સ્ટેશને સોંપીને કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે એલસીબીએ આરોપીને ઝડપ્યો
આ રમેશ ખુમાનસિંગ રાઠવા કવાંટના નસવાડી ચોકડી પાસે ઊભો હોવાની બાતમી છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે એલ.સી.બીના સ્ટાફે ત્યાં પહોંચી જઈને ત્રણ વર્ષથી ફરાર આરોપી રમેશભાઈ ખુમાનસિંગ રાઠવાને ઝડપી પાડીને કવાંટ પોલીસ સ્ટેશને સોંપીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...