તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:છોટાઉદેપુર નગરમાં આવેલા કુસુમસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય

છોટાઉદેપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરમાં આવેલ કુસુમસાગર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય.
 • તળાવમાં મોટા પ્રમાણમાં વેલો ઉગી નીકળી : દુર્ગંધથી ત્રાસી આજુબાજુના રહીશો દ્વારા સફાઈ કરવા માંગ

છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કુસુમ સાગર તળાવમાં મોટા પ્રમાણમાં વેલો ઉગી નીકળતા તથા ભારે ગંદકીના કારણે પાણી ભારે દુર્ગંધ આવી રહી છે. તળાવ કિનારે રહેતા નગરના રહીશો તળાવમાંથી આવતી ભારે દુર્ગંધના કારણે ત્રાસી ગયા છે. અને તળાવની યોગ્ય સાફ સફાઈ થાય તે અર્થે માંગ કરી રહ્યા છે. હાલમાં ગરમી શરૂ થતાં રાત્રીના સમયે પવનની લહેરો આવતા ભારે દુર્ગંધ આવે છે. તેમ તળાવની આસપાસ રહેતા રહીશો જણાવી રહ્યા છે.છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ કુસુમસાગર તળાવ એ નગરની શોભા ગણવામાં આવે છે.

પરંતુ છોટાઉદેપુર નગરમાં વર્ષોથી તળાવની અંદર સફાઈ રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. અગાઉ થોડા વર્ષો પહેલા તળાવ પૂર્ણ સાફ કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય પછી ફરીથી વેલો ઉગી નીકળતા એની એજ પરિસ્થિતિ જોવા મળે છે. તળાવમાં ઘણી વ્યક્તિઓ દ્વારા અન્ય કચરો પણ ઠાલવવામાં આવતી હોય તેવી ફરિયાદો મળી રહી છે. તે જેનાથી નગરની પ્રજા ભારે ત્રાસી ગઈ છે. અને આ સમસ્યાનો કાયમી નિકાલ થાય તેમ માંગ કરી રહી છે. નગરની શોભા વધારવી તંત્રની પ્રાથમિક ફરજમાં આવે જે અંગે યોગ્ય પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.

તળાવમાં થતી ભારે ગંદકીના કારણે મચ્છર તથા અન્ય જીવ જંતુનો પણ ત્રાસ હોય જેનાથી કિનારે રહેતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવી અન્ય બીમારીઓ થતી હોય ને નગરની પ્રજાના આરોગ્ય માટે ખતરો સાબિત થાય તેમ છે. નગરમાં આટલા બધા વિકાસના કામો થતા હોય અને માત્ર તળાવ બાકી રહી જાય એ કેવું કહેવાય તેમ પ્રજા પ્રશ્ન કરી રહી છે.

છોટાઉદેપુર નગરનું કુસુમસાગર તળાવમાં વ્યવસ્થિત રીતે સાફસફાઈ કરવામાં આવે અને તેમાં ફરી વેલો ઉગે નહિ તથા ગંદકી થાય નહિ તે અંગે પાલિકા તંત્ર પગલાં ભરે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. નગરના તળાવની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ થાય અને પાણી શુધ્ધ થાય તે અર્થે પ્રજાની પ્રચંડ માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો