તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોંદરીયા બીટના જંગલમાંથી મૃત 7 મોર અને 1 પાટલા ઘો સાથે મારનાર ઝડપાયો

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાત મોર અને એક પાટલા ઘો મૃત હાલતમાં મળ્યા હતા. સાથે એક આરોપી ઝડપાયો હતો. - Divya Bhaskar
સાત મોર અને એક પાટલા ઘો મૃત હાલતમાં મળ્યા હતા. સાથે એક આરોપી ઝડપાયો હતો.
  • વન વિભાગની ટીમે આરોપીને રંગેહાથ ઝડપ્યો

છોટાઉદેપુરના ગોંદરીયા બીટના જંગલ વિસ્તારમાંથી રાષ્ટ્રીય પક્ષી 7 મોર તેમજ એક પાટલા ઘો મૃત હાલત સાથે એક આરોપીને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. વન વિભાગ તરફથી મળેલ વિગત અનુસાર શુક્રવારે સવારના 11 વાગ્યાના સુમારે છોટાઉદેપુર રેન્જમાં આવેલ ગોંદરીયા રીઝર્વ બીટના જંગલ વિસ્તારમાં વન વિભાગના ફોરેસ્ટર દિનેશભાઈ તેમજ બીટગાર્ડ કુસુમબેન રાઉન્ડમાં હતા. તે દરમિયાન તોહમતદાર જગુંભાઈ રંગલાભાઈ નાયક રહેવાસી, ઓલીઆંબા એક માથે પોટલું લઈને શકમંદ હાલતમાં ત્યાંથી પસાર થઇ રહ્યો હતો.

તે દરમિયાન વન કર્મચારીઓને શંકા જતાં તેની પૂછપરછ કરતાં તે પોટલુ ફેંકીને નાસી ગયો હતો. ત્યારે કર્મચારીઓ દ્વારા તેનો પીછો ઘર સુધી કરતાં તેમ જ પોટલાને ખોલતા તપાસ દરમિયાન તેમાં 3 મોર તેમજ એક પાટલા ઘો મૃત હાલતમાં મળી આવ્યા હતા જે અંગેની ધનિષ્ઠ તપાસમાં જંગલમાંથી અન્ય 4 મોર મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

જે સંદર્ભે તોહમતદારને ઝડપી પાડી છોટાઉદેપુર વનવિભાગની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તથા અન્ય 4 મોર મૃત અવસ્થામાં મળી આવેલ મોરને છોટાઉદેપુર પશુ દવાખાના ખાતે પી.એમ. કરાવી અને એફ.એસ.એલ .માટે મોકલી તેના વિસેરા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ તોહમતદાર વિરુદ્ધ વન્યપ્રાણી 1972ની કલમ 9,35 અને 39 હેઠળ તપાસ આરંભી રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આરએફઓ એન.સી.રાઠવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...