ગૌરવ યાત્રાની છોટા ઉદેપુરથી વિદાય:યાત્રા તેજગઢ ઝોઝ થઈ દાહોદ પહોંચી; કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રીએ કહ્યું, "તમામ રેકોર્ડ બ્રેક કરી ભાજપ સરકાર બનાવશે"

છોટા ઉદેપુર2 મહિનો પહેલા

ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા છોટા ઉદેપુરથી નીકળી તાલુકાના તેજગઢમાં પ્રવેશ કરતા યાત્રાનું ઢોલ નગારા સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા તેજગઢ અને ઝોઝ થઈ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે. ભરોસાની ભાજપ સરકારના નારા સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં વિધાનસભા 2022 ની ચૂંટણી પ્રચારનો ભાજપે પ્રારંભ કર્યો છે અને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારે કરેલા કામો લોકો સુધી પહોંચાડવાના હેતુસર આ યાત્રા કાઢવામાં આવી છે.

તમામ રેકોર્ડ બ્રેક કરી ભાજપ સરકાર બનાવશે - અન્નપૂર્ણા દેવી
છોટા ઉદેપુર જિલ્લામાં આજે ગૌરવ યાત્રાના બીજા દિવસે કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું હતું કે આ વખતે તમામ રેકોર્ડબ્રેક કરીને ભાજપ વિજયી બનીને સરકાર બનાવશે, તેમજ સમગ્ર ગુજરાતમાં આદિવાસીની 27 સીટ આવેલી છે તે તમામ સીટમાં ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે.

અન્ય સમાચારો પણ છે...