તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દે ગાંધીનગર સુધી રજૂઆત કરાઇ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોનો વિવાદ

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિભાગમાં અધિકારી કર્મચારીઓના અનુસૂચિત જનજાતિ રાઠવા, રાઠવા કોળી, અને કોળી જાતિના પ્રમાણપત્રોની ખરાઈ મોકૂફ રાખવા જે ઉમેદવારોની નિમણુંકના હુકમો થયેલ છે. તેઓને નોકરીએ હાજર કરવા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવા, ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, માજી સાંસદ રામસિંગભાઈ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા અને ઉમેશભાઈ રાઠવા તથા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાને ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લો બોહળી આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં વર્ષોથી આદિવાસી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો અર્થે વિવાદ ચાલી રહ્યો છે. આદિવાસી જાતિ અંગે 50 વર્ષ પહેલાના પુરાવા માંગવામાં આવતા ક્યાંથી લાવવા એ પ્રશ્ન છે. જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગોમાં નવ નિયનિયુક્ત ભરતી પામેલા 125 જેટલા યુવાન યુવતીઓને અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રની ખરાઈ અર્થે નોટિસ આપવામાં આવતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રશ્ન ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેનું નિરાકરણ ન આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જે બાબતે આદિજાતિ વિકાસ મંત્રીને જિલ્લાના આગેવાનો દ્વારા તા. 15 જૂન 2021ના રોજ ગાંધીનગર ખાતે રૂબરૂમાં રજૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં નવ નિયુક્ત ભરતી થયેલા આદિવાસી યુવાનોને કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રની ખરાઈ અર્થે રાજ્ય વિશ્લેષણ સમિતિ સમક્ષ રૂબરૂ હાજર રહેવા જિલ્લામાં જુદા જુદા વિભાગમાં અંદાજિત 125 જેટલા નવા ભરતી થયેલા આદિવાસી યુવાનોને નોટિસો આપવામાં આવી છે.

1950 પહેલાના દાખલાની માગણી કરાય છે
સરકાર દ્વારા આદિવાસી સમાજને હેરાન કરવાની વાત છે. સરકારની વિશ્લેષણ સમિતિ પ્રમાણપત્રની ખરાઈ અર્થે 1950 પહેલાના દાખલા માગવામાં આવી રહ્યા છે. જે વખતે રાજા રજવાડાનું રાજ હતું. ત્રણ પેઢી બદલાઈ ગઈ તે વખતેના લોકો ભણેલા પણ ન હતા. 1961માં ગુજરાતની સ્થાપના થઇ તે પહેલાના પુરાવા ક્યાંથી લાવવા? જેતે વખતે આદિવાસીઓ ને સરકાર દ્વારા જાતીના દાખલા આપવામાં આવ્યા ત્યારે એ શુ ખોટા હતા? સરકાર પાસેજ પુરાવા નથી તો આદિવાસીઓ પાસે ક્યાંથી હોય, સરકાર દ્વારા દાદા પરદાદા વખતના પુરાવા માગવામાં આવી રહ્યા છે. જેમાં 100 વર્ષનું અંતર થયું તે સમયના પુરાવા ક્યાંથી લાવવા ? સરકાર દ્વારા આદિવાદીઓને લાભોથી વંચિત રાખવા અને હેરાનગતિ કરવાની વાત છે. - નારણભાઇ રાઠવા, રાજ્યસભા સાંસદ

અન્ય સમાચારો પણ છે...