ભાસ્કર વિશેષ:ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્ષનું 34.56 લાખના ખર્ચે નવીનીકરણ થશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં એસ.એફ. હાઈસ્કૂલ પાસે 6 વર્ષ પહેલાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવાયું હતું
  • છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા નવીનીકરણ કરી નવા ખેલના સાધનો મૂકવામાં આવશે

છોટાઉદેપુર નગરમાં એસ. એફ. હાઈસ્કૂલ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ આવેલ છે. જે આશરે 6 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં યુવાનોને રમત અર્થે તથા ખેલ અર્થે ઘણી સુવિધાઓ મળતી ન હતી. આવેલ ઇન્ડોર સ્પોર્ટ સંકુલનમાં નગરપાલિકા દ્વારા નવીની કરણ કરી નવા ખેલના સાધનો અને નવા રૂપ રંગ સાથે તૈયાર કરવામાં આવશે. જેથી નગરના યુવાન ખેલૈયાઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું. પૂરતા રમતના સાધનો ન હોવાને કારણે ખેલાડીઓને ભારે તકલીફ પડતી હતી. અને જેને લઈ રમવા આવતા યુવાનોની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. પરંતુ નવીનીકરણ કરવાનું નક્કી થતા યુવાનોમાં ભારે આનંદ ફેલાયો છે. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે નગરમાં આવેલ ઇન્ડોર સ્પોર્ટ સ્ટેડીયમમાં રૂા. 34,56,400ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અને બેટ મિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, વોલીબોલ, તથા ઇન્ડોર સ્પોર્ટમાં ખેલ માટે વપરાતા સાધનો નવા વસાવવામાં આવશે. તથા નવીની કરણ કરી ખેલાડીઓને અગવડ ન પડે તે અર્થે પૂરતું આયોજન કરવામાં આવશે. જે અંગે કામ પણ સારું થશે તેમ પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...