ઉજવણી:છોટાઉદેપુરમાં સ્વાતંત્ર્ય પર્વ આરોગ્ય રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ કાર્યક્રમના આયોજન માટે સૌ અધિકારીઓ પરસ્પર સંકલન કરી કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરે એ ઇચ્છનિય છે એમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને અનુલક્ષીને જિલ્લાના વડામથકે આવેલી તમામ સરકારી કચેરીઓ, તાલુકા કક્ષાની તમામ કચેરીઓ ખાતે રોશની કરી તા. 14મી, ઓગસ્ટના રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના હોઇ ઉપયોગી સૂચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...