છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાં દીપાવલી તથા નૂતનવર્ષ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક થઇ રહી છે. પ્રજા ભારે પારંપરિક રીતિ રિવાજો સાથે નૂતન વર્ષને આવકારવા ઉત્સાહથી તૈયારીઓ કરી રહી છે. દીપાવલી એટલે આનંદ ઉમંગ અને રોશનીના ઝગમગાટનો પર્વ જે સમગ્ર જિલ્લામાં ભારે ઉમંગ સાથે ઉજવાઈ રહ્યું છે. છોટાઉદેપુર નગરની નિર્મળ સોસાયટીમાં યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામ અને રામ મંદિરના દર્શન કરાવતી સુંદર રંગોળી કરવામાં આવી હતી.
દેશમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થવાનું હોઇ તેનો આનંદ પ્રજાના રોમ રોમમાં વસેલો છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરની નિર્મળ સોસાયટી ખાતે યુવતીઓ દ્વારા રામ મંદિર અને શ્રીરામના દર્શન કરાવતી સુંદર રંગોળી સજાવી છે. આમ જિલ્લાની ધર્મ પ્રેમી જનતાએ દેશપ્રેમનું સુંદર ઉદાહરણ આપ્યું છે. જિલ્લાની પ્રજામાં દીપાવલી પર્વ અને નૂતન વર્ષને આવકારવા અર્થે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.