તંત્ર જાગ્યું:ઓરસંગ નદી પરના ચેકડેમના દરવાજા ઉપર પ્લેટો મૂકી દરવાજા બંધ કરી દેવાયાં

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેકડેમના દરવાજા ઉપર પ્લેટો મૂકી દરવાજા બંધ કરાયા છે - Divya Bhaskar
ચેકડેમના દરવાજા ઉપર પ્લેટો મૂકી દરવાજા બંધ કરાયા છે
  • પાણીની આવક બંધ થઈ હોવા છતાં ડેમના દરવાજા અત્યાર સુધી ખુલ્લા હતા
  • અહેવાલ પ્રકાશિત થતાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ડેમના દરવાજા ઉપર પ્લેટો ગોઠવી દેવાઈ

છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નગરની રોજની પાણીની સમસ્યાને ધ્યાને લઇ ચેકડેમ તો બનાવી દેવાયો છે. પરંતુ ચેકડેમના દરવાજા અત્યાર સુધી ખુલ્લા રખાયા હતા. હવે જ્યારે પાણીની આવક બંધ થઈ ગઈ અને ઉનાળો શરૂ થઇ ગયો ત્યાં સુધી ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા ન હતા. પરંતુ આ અંગે અહેવાલ પ્રકાશિત થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ડેમના દરવાજા ઉપર પ્લેટો ગોઠવવામાં આવી છે. અને દરવાજા બંધકરી દેવામાં આવ્યા છે. જ્યારે નર્મદાનું કાચુ પાણી મળે તેવી પાલિકાએ તજવીજ હાથ ધરી હતી. પરંતુ ફીલ્ટરેશન પ્લાન્ટ ચાલુ નહીં હોવાના કારણે ઉનાળામાં પાણીની અછતમાં જો શુદ્ધ પાણી આપવામાં નહિ આવે તો પાણીજન્ય રોગોની નવી સમસ્યા સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...