તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મંદબુદ્ધીની યુવતી સાથે કૌટુંબિક કાકાએ ખેતરમાં દુષ્કર્મ આચર્યું

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ગર્ભવતી થતાં માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
  • પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના એક ગામમાં 27 વર્ષની મંદબુદ્ધીની યુવતી સાથે તેના કૌટુંબિક કાકાએ અવારનવાર ખેતરમાં લઈ જાઇ યુવતી સાથે દુષ્કર્મ કરતા યુવતી ગર્ભવતી થતા પરિવારને જાણ થઈ હતી. પોલીસ કૌટુંબિક કાકા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ 27 વર્ષની યુવતી મંદબુધ્ધીની હોવાથી તેનું લગ્ન થયું ન હોવાથી તે તેના માતાપિતા સાથે રહે છે. અવાર નવાર પોતાના ખેતરે કામ-કાજ કરવા જતી હતી અને 1 વર્ષ અગાઉ યુવતીના ઘર પાસે રહેતા યુવતીના પિતાના ફોઈનો પુત્ર પ્રવીણભાઈ હુરસિંગભાઈ રાઠવા યુવતીના ઘરે આવી તેને પોતાના ખેતરમાં કામ કાજ કરવાનુ છે. તેમ કહી યુવતીને અવાર નવાર લઇ જતો હતો. યુવતી મંદબુદ્ધીની હોવાથી તેના કૌટુંબિક કાકાએ ગેરલાભ લઇ યુવતીની મરજીની વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

જેથી થોડા માસ બાદ યુવતીનું પેટ મોટુ થતુ હોવાથી યુવતીના માતા-પિતાએ બેસીને પુછતા યુવતીએ જાણવ્યું કે મને ખેતરમાં કૌટુંબિક કાકા વારંવાર મારી મરજી વિરુદ્ધ ખરાબ કામ કરે છે. યુવતીના પિતાએ ગામના આગેવાનોને ભેગા કરી સમાધાન કરવા જણાવ્યું અને પંચો અને ગામ ભેગા થઇ યુવતીના પેટમાં ગર્ભ છે જેનો પંચો દ્વારા નિકાલ કરેલ જે નિકાલ રૂા. 1,10,000માં થયેલું. જેના બાકીના રૂપીયા ન આપતો હોવાથી યુવતીએ પુત્રીને જન્મ આપતા પોલીસે કૌટુંબિક કાકા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો