તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પુનીયાવાંટ ગામે રાત્રે ઝાડ સાથે આઇસર ટેમ્પો અથડાતાં ચાલકને ઈજા

કદવાલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુનીયાવાંટ ગામે રાત્રીનાં સમયે ઝાડ સાથે આઇસર ટેમ્પો અથડાતાં છોટાઉદેપુર ફરજ પરની 108ની ટીમે 3 કલાક રેસ્ક્યૂ કરી ડ્રાઈવરને બહાર કાઢી તાત્કાલિક દવાખાને ખસેડ્યો હતો. - Divya Bhaskar
પુનીયાવાંટ ગામે રાત્રીનાં સમયે ઝાડ સાથે આઇસર ટેમ્પો અથડાતાં છોટાઉદેપુર ફરજ પરની 108ની ટીમે 3 કલાક રેસ્ક્યૂ કરી ડ્રાઈવરને બહાર કાઢી તાત્કાલિક દવાખાને ખસેડ્યો હતો.
  • 108ની ટીમે 3 કલાક રેસ્ક્યૂ કરી ડ્રાઈવરને બહાર કાઢ્યો
  • ડ્રાઈવરનો પગ કેબિનનાં ડેસ્ક બોર્ડ અને સીટ વચ્ચે ફસાયો હતો

છોટાઉદેપુર જિલ્લાનાં પુનીયાવાંટ ગામે પાસે રાત્રીનાં 2 :45 વાગ્યેનાં સુમારે પાવીજેતપુરથી છોટાઉદેપુર તરફ આઇસર ટેમ્પો જઈ રહ્યો હતો. જે પુનીયાવાંટ ગામ પાસે એક ઝાડ સાથે અથડાતાં આઈસર ટેમ્પો ચાલક મેહપુજ અલી ઉ.32 વર્ષ રહેવાસી ખરગોન (એમ.પી)ને ટેમ્પો ઝાડ સાથે અથડાતાં નાની મોટી શરીર પર ઇજા પહોંચી હતી. ત્યારે તેઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી ઘટનાની જાણ કરાતાં છોટાઉદેપુર 108 ફરજ પરના EMT રાજુ રાઠવા પાઇલોટ તથા વિજય રાઠવા તાત્કાલિક ઘટનાસ્થળે પર પહોંચી જોતાં આઈસર ટેમ્પો ચાલકનો જમનો પગ કેબિનનાં ડેસ્ક બોર્ડ અને સીટની વચ્ચે ફસાયેલ હોવાથી તેમને એમની આવડત અને જી.વી.કે ઇ.એમ.આર.આયની ટ્રેનિંગનાં માધ્યમથી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનાની જાણ થતાં ગામલોકોએ મદદ આવી અને જેસીબી વડે 3 કલાક રેસ્ક્યૂ કરી ભારે જહેમત બાદ ટેમ્પામાંથી ડ્રાઈવરને બહાર કાઢી સ્ટેચરમાં લઇ તાત્કાલિક ઇ.આર.સી.પી ની સલાહ પ્રમાણે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી છોટાઉદપુરની દેવર્ષિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. આમ 108 દ્વારા આકસ્મિક બનતી ઘટનાઓમાં નિઃશુલ્ક સેવાઓ આપી રહી છે અને 108 સાથે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા એક લોકોને મદદરૂપ થઇ સરાહનીય કામગીરી પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...