નિરીક્ષણ:જિલ્લા કલેકટર તેમજ DDOએ શિક્ષક બની બાળકોને સમજ આપી

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશનનું નિરીક્ષણ કરવા જિલ્લા કલેક્ટર અને DDO પુનિયાવાંટ પહોંચ્યા
  • આદિવાસી કન્યાઓના ક્લાસ રૂમ સાથે રસોડાનું નિરીક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લામા 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું વેક્સિનેશન શરૂ કરાયું છે. જેને લઈ છોટાઉદેપુર કલેકટર સ્તુતિ ચારણ અને ડીડીઓ ગંગાસિંઘ સાથે આરોગ્યની ટીમ પુનિયાવાંટ ગામે આદિજાતિ વિભાગ હેઠળ ચાલી રહેલા શિક્ષણ સંકુલની મુલાકત કરી હતી. જ્યાં વેક્સિનેશનની કામગીરી સાથે આદિવાસી કન્યાઓના કલાસ રૂમની મુલાકાત કરી હતી. જ્યાં આદિવાસી કન્યાઓને શિક્ષણને લગતી ચર્ચા કરી હતી.

અને થોડીવાર માટે કલેકટર, ડીડીઓ જાતે શિક્ષક બની કન્યાઓને સમજ આપી હતી. ડીડીઓ જાતે કલાસ રૂમના બ્લેક બોર્ડ પર હિન્દી, ગુજરાતીમા શબ્દો લખ્યા હતા. અને આદિવાસી બાળકોને શિક્ષણમા મન લગાવીને અભ્યાસ કરવા સૂચનો કર્યા હતા.

સાથે બાળકોને ગુણવતા યુક્ત શિક્ષણ મળે માટે શિક્ષકોને કલેકટર ડીડીઓ જરૂરી સૂચનો કર્યા હતા. સાથે આદિજાતિ વિભાગની શાળા હોવાથી બાળકોને જમવાનું કેવું મળે છે. તેની પણ રસોડામા જઈ કલેકટર, ડીડીઓએ જાતે ચકાસણી કરી હતી. એકંદરે અચાનક કલેકટર, ડીડીઓ પુનિયાવાંટ શિક્ષણ સંકુલમા મુલાકત કરતા શિક્ષકોમા ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...