તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષક દિન:શિષ્યોએ ગુરુના આશીર્વાદ લઈ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી

છોટાઉદેપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં ઉંચો હોદ્દો ધરાવતા શિષ્યોએ ગુરુના આશીર્વાદ લઈ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી શાળાએ જઇ અભ્યાસ સમયની યાદોને વાગોળી હતી. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં ઉંચો હોદ્દો ધરાવતા શિષ્યોએ ગુરુના આશીર્વાદ લઈ શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી શાળાએ જઇ અભ્યાસ સમયની યાદોને વાગોળી હતી.
  • ધો. 12 સાયન્સના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એસ. એફ. હાઈસ્કૂલની મુલાકાત લીધી

છોટાઉદેપુર નગરની એક શાળામાં સાથે અભ્યાસ કરીને સમાજમાં આજે ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન એવા વકીલ, ડોક્ટર, એન્જિનીયર, સરકારી નોકર એવા વિદ્યાર્થીઓએ 5મી સપ્ટેમ્બરના રોજ મનાવતા શિક્ષક દિન નિમિત્તે તેઓની શૈક્ષણિક કારકિર્દીના ઘડવૈયા એવા ગુરુઓના આશીર્વાદ લઈ અને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.5મી સપ્ટેમ્બરના રોજ ત્યારે શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં સ્વશાસન દિન સહિત વકૃત્વ, ચિત્ર, નિબંધ, સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ તમામ થકી જીવનમાં ગુરુઓનો મહત્વ સમજાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

ત્યારે છોટાઉદેપુર નગરની રજવાડી સમયની એસ. એફ. હાઈસ્કૂલમાં વર્ષ 2011માં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કે એ કે જે હાલમાં સમાજમાં પ્રતિષ્ઠિત હોદ્દા સાથે વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલ છે.

જેમાં ડોક્ટર, વકીલ, એન્જિનીયર, સરકારી નોકરી એવા વિદ્યાર્થીઓએ શનિવારે શાળાની મુલાકાત લઇ અને પોતે જે વર્ગખંડોમાં બેસતા હતા તે લેબોટરી, લાયબ્રેરી જેવા શાળા સંકુલમાં પોતે વિતાવેલા દિવસોની યાદ તાજી કરી હતી. અને તેઓની શૈક્ષણિક કારકિર્દી માં મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષકો ને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે આ તરફ શિક્ષકો પણ વિદ્યાર્થીઓની લાગણી જોઈ આનંદ વિભોર થઈ ઉઠ્યા હતા.

શિક્ષકોનું ઋણ અમે ક્યારેય અદા કરી શકીએ નહીં
અમારા ગુરુઓએ મને માત્ર જ્ઞાન જ નથી આપ્યુ. પરંતુ સમાજમા મારી જાતને સાબીત કરવાનો વિશ્વાસ પુરો પાડ્યો છે. તેનો ઋણ અમે ક્યારેય અદા કરી શકીએ તેમ નથી. - વારીસ શેખ, એડવોકેટ

અમારા શિક્ષકોએ હરહંમેશ દરેક પરિસ્થિતિમા સાચો માર્ગદર્શન પુરું પાડ્યું છે. માતાની જેમ પ્રેમ તો પિતાની જેમ પથદર્શક બની સાચો માર્ગ ચિંધ્યો છે. - દિપ્તી વર્મા, ડોકટર

અન્ય સમાચારો પણ છે...