તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:છોટાઉદેપુર એસટી ડેપોમાં આવેલી પાણીની જર્જરિત ટાંકી જોખમકારક

છોટા ઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટાંકી ફરતેની દિવાલો પર ના પોપડા પણ ઉખડી ગયા છે. રીપેરીંગ કામ કરાવવું ખૂબ આવશ્યક. - Divya Bhaskar
ટાંકી ફરતેની દિવાલો પર ના પોપડા પણ ઉખડી ગયા છે. રીપેરીંગ કામ કરાવવું ખૂબ આવશ્યક.
  • પાણીની ટાંકીના પીલ્લરો ઉપર અનેક મોટી ભયજનક તિરાડો દેખાઇ રહી છે
  • ટાંકી જર્જરિત હોવાને કારણે પાણી લીકેજ થવાની ફરિયાદો મળી

છોટાઉદેપુર એસ ટી ડેપો ખાતે આવેલી પાણીની ટાંકીની હાલત જર્જરિત જોવા મળી રહી છે. ટાંકીના પીલ્લરો ઉપર મોટી મોટી તિરાડો પડી રહી છે. અને પોપડા પણ ઉખડી ગયા છે. જેનું રીપેરીંગ કામ કરાવવું ખૂબ આવશ્યક છે.

જિલ્લાનું સૌથી મોટું એસ ટી ડેપો છોટાઉદેપુરનું છે. જે ડેપોમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હોવાને કારણે તેમાંથી પાણી લીકેજ થવાની ફરિયાદો મળી રહી છે. ટાંકીની પાઇપો સાવ જૂની થઈ ગઈ હોય તેમાંથી પણ પાણી લીકેજ થઈ રહ્યું છે. વર્ષો જુની પાણીની ટાંકીની મરામત કરાવવી ખૂબ જરૂરી છે. જર્જરિત બનેલી પાણીની ટાંકીને કારણે ભવિષ્યમાં ભારે નુકસાન થઈ શકે તેમ હોય જેથી તેનું રીપેરીંગ કામ કરાવવું ઘણું જરૂરી છે. છોટાઉદેપુર તાલુકામાં ઘણાં અંતરિયાળ ગામોમાં પણ સરકાર દ્વારા પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. પરંતું ખરા સમયે ઉનાળામાં તેમાં પાણી જોવા મળતું નથી. ઘણી ટાંકીઓ ઉપર તિરાડો જોવા મળી રહી છે. અને પાણી લીકેજ થવાને કારણે ઉનાળામાં પાણી ટકતું નથી અને પ્રજા પાણી માટે વલખા મારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો