કૌભાંડ કેસ:બોગસ ડિગ્રી વેચનાર ઇસમોના 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

છોટાઉદેપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 રાજ્યની 10 યુનિ.ના બોગસ સર્ટિ. કૌભાંડમાં ઝડપાયા હતા

છોટાઉદેપુર લાઇબ્રેરી રોડ તથા વડોદરાના કુલ 2 ઈસમો (1) તાહેરભાઇ અબ્બાસભાઇ વોરા, રહે. લાઇબ્રેરી રોડ નસાબંધી ઓફીસ સામે ઇનફોનસીકસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર છોટાઉદેપુર (2) અજીત મધુકર સોનવણે, અખિલ ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ રીલીફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સિધ્ધાર્થ કોસ્પલેક્ષ, બીજો માળ બ્રાહ્મણ સભા હોલની સામે પ્રતાપ રોડ સિધ્ધી વિનાયક મંદિર સામે વડોદરાના સંચાલક ગુજરાત, દિલ્હી, સિકકીમ, હરિયાણા, તમિલનાડુ રાજ્યની યુનિવર્સિટીના બી એચ એમ એસ, નર્સિંગ ધોરણ 10, ધોરણ 12 તથા જુદી જુદી યુનિવર્સિટીઓના બોગસ ડીગ્રી સર્ટીઓ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી મોટી રકમ પડાવતા હોઇ જે અંગે છોટાઉદેપુર એસઓજી પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.

પ્રજાના ભવિષ્ય સાથે ચેડાં કરી બોગસ ડિગ્રીના સર્ટીઓ વેચવાનું કૌભાંડ બહાર આવતાં સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ચકચાર મચી ગયો છે. ઉપરોક્ત બંને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે ઘનિષ્ઠ તપાસ આરંભી છે. વધુ તપાસ અર્થે પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના રિમાન્ડ માંગ્યા હતા. જે અંતર્ગત કોર્ટ દ્વારા ઉપરોક્ત બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમ એસઓજી પીઆઈ જે. પી. મેવાડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...