તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ક્ષય વિભાગનાં કરારી કર્મીઓ પડતર માગોની રજૂઆત કરશે

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ નિર્દય વલણ વિરુદ્ધ કલેકટરને આવેદન આપશે
  • કોવિડ-19ના સમયમાં માત્ર પેનડાઉન હડતાળ પાડી

સોમવારે તારીખ 10 મેના રોજ છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લા ક્ષય વિભાગના કરાર કર્મચારીઓ દ્વારા માનનિય જિલ્લા કલેકટરને આવેદન પાઠવી નામદાર ગુજરાત હાઇકોર્ટના આદેશનો ભંગ કરતા વડોદરા રૂરલ તેમજ પોરબંદર જિલ્લા સહિતના જિલ્લા ક્ષય અધિકારીઓ અને રાજ્ય સ્તરીય અધિકારીઓ કે જે આવા કાયદા વિરુદ્ધના કૃત્યને પ્રોત્સાહન આપે છે તેઓ વિરુદ્ધ પગલાં લેવા અંગે સરકારને જાણ કરવા તેમજ પડતર માગો સબબ આવેદન પાઠવવામાં આવશે.

ટીબી કર્મચારી સંધના પ્રમુખ હેમાંશુ પંડ્યાના જણાવ્યા અનુસાર ગુજરાતના ક્ષય વિભાગનાં કરારી કર્મીઓ તારીખ 7 મેથી તારીખ 12મે સુધી પ્રવર્તમાન કોવિડ-19ના સમયમાં માત્ર પેનડાઉન હડતાળ પાડી રિપોર્ટિગ, નિક્ષયની કામગીરી જ બંધ કરી છે. દર્દીઓને લગતી તમામ સેવાઓ યથાવત રાખી છે. છતાં અધિકારીત્વ અહંમથી કેટલાક જિલ્લાના જિલ્લા અધિકારીઓ દ્વારા અમાનવીય અને ગેરબંધારણીય દબાણ ઉભું કરી પગાર કાપવા, ટર્મિનેટ કરવા જેવી ધમકીઓ આપી કરારી કર્મીઓની માગણીઓ કરવાના બંધારણીય હક્કોનું હનન કરાઇ રહ્યું છે.

આ કર્મીઓને કોઈ પણ જાહેરહિત-જાહેર આરોગ્યની પરવા વગર આક્રમક આંદોલન કરવા પ્રેરાય તે પ્રકારનું વર્તન કરાઇ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનો કર્મચારીગણ જાહેર આરોગ્યને ધ્યાને રાખી સંયમ વર્તશે તેમજ અધિકારીઓના આવા વર્તનના વિરોધમાં જિલ્લાના દર્દીઓની સેવા સાથે MDR ટીબીના દર્દી ઓને સ્વખર્ચે ચણા ગોળની કીટ વિતરણ કરશે અને અધિકારીઓને માનવતા પૂર્ણ વર્તનનો સંદેશ આપી પોતાની માગણી અંગે સકારાત્મક પ્રત્યુતર પાઠવવામાં વિનંતી કરશે તેમ ક્ષય વિભાગના કરારબદ્ધ કર્મચારી સંધના પ્રમુખ હેમાંશુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...