શ્રમદાન:કલેક્ટરે રસ્તા પર પડેલો કચરો ઉપાડી લોકોને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચવા સંદેશ આપ્યો

છોટાઉદેપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટરે રસ્તા ઉપર પડેલો કચરો ઉપાડી શ્રમદાન કરી લોકોને પ્લાસ્ટિકના પ્રદુષણ થી બચવા સંદેશ આપ્યો હતો. - Divya Bhaskar
જિલ્લા કલેકટરે રસ્તા ઉપર પડેલો કચરો ઉપાડી શ્રમદાન કરી લોકોને પ્લાસ્ટિકના પ્રદુષણ થી બચવા સંદેશ આપ્યો હતો.
  • જિલ્લા કલેકટરે ગ્રામસભામાં ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે જિલ્લાના ગાબડિયા ગામ ખાતે આયોજીત ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ગામોનું સો ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. જે કોઇ રસી લેવામાં બાકી રહી ગયા હોય તેમને પણ રસી લઇ લેવા માટે તેમણે અનુરોધ કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અંગે શીખ આપતા તેમણે કચરો અહીં તહીં ન ફેંકી એક કચરાપેટીમાં રાખવા તેમજ ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવું ગ્રામપંચાયતની ફરજ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ-જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન આર.સી.એચ.ઓએ પાણી જન્ય અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે શું કરવું જોઇએ એ અંગે વિગતે સમજ આપી હતી.

ગ્રામ સભા દરમિયાન જલ જીવન મિશન અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. સ્વચ્છતાલક્ષી જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ અટકાવવા માટેની જાગૃતિ કાર્યક્રમો, કોવિડ-19 રસીકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમો, 15મા નાણાપંચમાંથી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ ગ્રામસભાની કાર્યવાહી દરમિયાન છોટાઉદેપુર પ્રાંત કલ્પેશ ઉનડકટે ઉપસ્થિત સૌને સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા અંગે શપથ લેવડાવ્યા હતા.

જિલ્લા કલેકટર અને અન્ય મહાનુભાવોએ ગ્રામસભા પૂર્ણ થયા બાદ ગામના રસ્તાઓ ઉપર પડેલા પ્લાસ્ટિકનો કચરો ઉપાડી શ્રમદાન કરી લોકોને પ્લાસ્ટિક કચરાથી થતા પ્રદૂષણથી બચવા માટે સંદેશ આપ્યા હતો.

અન્ય સમાચારો પણ છે...