તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:છોટાઉદેપુર જિલ્લાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપાશે

છોટાઉદેપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કક્ષાના 4 અને જિલ્લા કક્ષાના 2 શિક્ષકોની પસંદગી

જિલ્લા શિક્ષણાધિકારી અને કન્વીનર શ્રેષ્ઠ શિક્ષક તાલુકા જિલ્લા પારિતોષિક-2021, છોટાઉદેપુર એસ.એલ પવાર તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 4 શિક્ષકો અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 2 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

છોટાઉદેપુર તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખજુરિયા ફળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોલંકી હિતેશચંદ્ર સોમાભાઇ, કવાંટ તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે કવાંટ તાલુકા પ્રાથમિક શાળા નં.1 ખાતે ફરજ બજાવતા રાઠવા સુરસિંહ કરશનભાઇ, ગોજારીયા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા રાઠવા કૈલાસભાઇ ખુમાનભાઇ, સંખેડા તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે હરેશ્વર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ચુડાસમા છાયાબેન મોહિતકુમારને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઇ છે.

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચુનાખાણ (સોડત) પ્રાથમિક શાળા તા. નસવાડી ખાતે ફરજ બજાવતા વળવી રૂષાભાઇ ઓફણસિંહ અને કરજવાંટ શ્રેષ્ઠ ગૃપ પ્રાથમિક શાળા તા. કવાંટ ખાતે ફરજ બજાવતા રાઠવા સોમસિંગભાઇ દુરસિંગભાઇને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદ કરાયાનું જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...