તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:છોટાઉદેપુર જિલ્લામાં દિવાળીનો માહોલ જામ્યો ઠેર ઠેર રોશની કરાઈ

છોટાઉદેપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપડાં, સોની બજાર, કરિયાણા, ફટાકડાની દુકાનોમાં ભીડ જોવા મળી
 • નગરમાં સરકારી અને ખાનગી ઈમારતોને રોશનીથી શણગારવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે બજારોમાં ઘરાકી નીકળતા હવે વહેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. શુક્રવાર અને શનિવારે જિલ્લામાં ઘરાકી નીકળતા દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે. કપડાં, સોની બજાર, કરિયાણા, ફટાકડાની દુકાનો ઉપર ભીડ જોવા મળી રહી છે અને બજારમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે.

છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર જગ્યાએ સરકારી અને ખાનગી ઇમારતોને રંગબેરંગી લાઈટો દ્વારા રોશની કરી શણગારવામાં આવી છે. જેનાથી નગરમાં ઝગમગાટ જોવા મળી રહ્યો છે. દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ઘરાકી નીકળતા ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ધનતેરસના દિવસે જવેલર્સની દુકાનો ઉપર પણ ભારે ઘસારો જોવા મળ્યો હતો. હાલ સોના ચાંદીના ભાવ આસમાને છે. પરંતુ સોની બજારમાં પણ ભારે ઘરાકી જોવા મળી હતી. જેના કારણે લોકડાઉનથી નવરા બેઠેલા સોની, જવેલર્સનો ધંધો કરતાઓમાં પણ ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો