તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગમન:શિયાળાના આગમન સાથે જ વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમન

છોટાઉદેપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજહંસ, ગાજહંસ, પીયાસણ, સીંગપર, ભગવી સુરખાબ, રાખોડી કારચિયા, ગીરજા જેવા યાયાવર પક્ષીઓ આવ્યા

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની સરહદે આવેલા વઢવાણા તળાવમાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. દિવાળીની રજાઓમાં પક્ષી દર્શન કરવા મળતા અનેક પ્રવાસીઓ અહિંયા પક્ષી દર્શન માટે આવી રહ્યા છે. સૌથી વધારે પક્ષીઓ માંજરોલ તરફના ટાવર પાસે જોવા મળે છે.

છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની સરહદે વઢવાણા અને માંજરોલ ગામ વચ્ચે વઢવાણા તળાવ આવેલું છે. શિવરાજપુર રેંજમાં વઢવાણા તળાવ આવે છે. આ રેંજના આર.એફ.ઓ. એફ.એ.ખત્રીએ આપેલી માહિતિ મુજબ હાલમાં વઢવાણા તળાવ ખાતે રાજહંસ, ગાજહંસ, પીયાસણ, સીંગપર, ભગવી સુરખાબ, રાખોડી કારચિયા, ગીરજા જેવા યાયાવર પક્ષીઓ હાલમાં આવેલા છે. વઢવાણા તળાવનું વાતાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ યાયાવર પક્ષીઓને અનુકુળ આવે છે. માંજરોલ તરફનો છેડો છે એ વિસ્તારમાં પાણી થોડુ ઓછુ રહે છે.

જેથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આશરે દશેક કિલોમિટરનો ઘેરાવો ધરાવતા વઢવાણા તળાવનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડે ખેડૂતોને ખેતીની સિંચાઇ માટેનું પાણી મળી રહે એ માટે બનાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો