કોરોનાવાઈરસ:ગાબડીયાનો વિસ્તાર ક્લસ્ટર કવોરન્ટીન કરાયો, પતરા લગાવાયા

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ગાબડીયા ગામના નવસિંગભાઈ ફુલસિંગભાઈ રાઠવા રહે. ગાબડીયા નિશાળ ફળીયા, તા. જિ. છોટાઉદેપુર જેઓ હોમગાર્ડમાં ફરજ બજાવે છે. તેઓને કોરોના કોવિડ 19 પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગનો ટિમ પોહચી ગઈ હતી. આ વિસ્તારમાં પતરા લગાડી વિસ્તારને કોર્ડન કરી ક્લસ્ટર કવોરંટાઇન કરી દેવામાં આવ્યો હતો.  હાલમાં કોરોના પોઝિટિવ આવેલ વ્યક્તિ છોટાઉદેપુર આઇસોલેશન વોર્ડની અંદર સારવાર હેઠળ છે. આની સાથે તેના ઘરમાં 4 વ્યક્તિ તથા અન્ય 15 જેટલી વ્યક્તિઓને હોમ કવોરંટાઇન કરાયા છે. કોરોના પોઝિટિવ કેસ ગાબડીયા ગામે આવતા કલેક્ટર સુજલ મયાત્રા, TDO, DHO સરપંચ ફળિયામાં પોહચી જરૂરી વિગતો મેળવી હતી. ગાબડીયાનો યુવાન હોમગાર્ડ અને પંચાયતમાં ઓપરેટર તરીકે કામ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...