ધરપકડ:પ્રોહિબિશનના ગુનામાં 2 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરમાં દારૂના ગુનામાં વોન્ટોડ હતો
  • LCBએ મીઠીબોર તરફથી આરોપીને ઝડપ્યો

છોટાઉદેપુર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારાપ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પડવાની કામગીરી કરવા સૂચના આપેલ હતી. જે આધારે LCB પીઆઈ એચ.એચ.રાઉલજી LCB સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના મીઠીબોર ગામ તરફ નાઇટ રાઉન્ટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પો.સ્ટે.નો પ્રોહિબિશન મુજબના ગુનાના કામે પકડવાનો બાકી આરોપી રાજેશભાઇ સોમસીંગભાઇ બારીયા રહે.કાછલા તા.કઠીવાડા જિ.અલીરાજપુર (એમ.પી.) મીઠીબોરથી કાછલા (એમ.પી.) તરફ જઇ રહેલ છે.

તેવી મળેલ બાતમી આધારે મીઠીબોર ત્રણ રસ્તા ઉપર વોચના કાબંધીમાં હતા. તે સમય દરમિયાન આરોપી આવતા તેની પૂછપરછ કરતા પોતે રાજેશભાઇ સોમસીંગભાઇ બારીયા હોવાનું જણાવ્યું હતું અને પોતે ગુનો કરેલાનું કબૂલ કરતા સી.આર.પી.સી. કલમ 41 (1) આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં છે.

અન્ય સમાચારો પણ છે...