કાર્યવાહી:વીજળીમાંથી વનસ્પતિજન્ય ગાંજા સાથે આરોપી ઝડપાયો

પાનવડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનના વાડામાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું
  • 98800નો 8.68 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો

ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા માટે એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા માટેની જરૂરી સુચના અને માર્ગદર્શન જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માનાએ કરેલ છે. જેના અનુસંધાને એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.પી. મેવાડા તેઓના એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો સાથે કવાંટ તાલુકામાં પ્રેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ચોક્કસ માહિતી મુજબ, વીજળી ગામે, નિશાળ ફળીયામાં રહેતા નેવજીભાઇ ચીતલાભાઇ રાઠવાએ તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાન પાછળના વાડામાં બીન અધિકૃત વનસ્પતિ જન્ય ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે.

જે હકીકત અંગે પોલીસ ઇન્સપેક્ટર છોટાઉદેપુર, સર્કલ છોટાઉદેપુર તથા સરકારી પંચો તેમજ એફ.એસ.એલ. અધિકારી, તલાટી કમ મંત્રી તથા ફોટોગ્રાફર, વજનકાંટા વાળાને સાથે રાખી નેવજીભાઇ ઉર્ફે દશરથ ચીતલાભાઇ રાઠવા ઉ.વ. 40 ધંધો ખેતી રહે, વીજળી ગામ નીશાળ ફળીયા તા. કવાંટ જિ. છોટાઉદેપુરના ઘરે રેડ કરતા પોતે હાજર મળી આવેલ હતો.

તેઓના કબ્જા ભોગવટાના વાડા(ખેતર)મા તપાસ કરતા શેઢા પર એક લાઇન વાવેતર કરેલ હતી. જેની અંદર વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-7 મળી આવેલ હતા. જેનું કુલ વજન 8.68 કિ.ગ્રામ, કિ ~86,800નો મળી આવતા મુદ્દામાલ કબજે કરી તેઓના વિરુદ્ધમાં ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985)ની કલમ 8-B, 20 (A) (I) મુજબનો ગુનો પાનવડ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...