તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:પુનીયાવાંટ પાસેથી કારમાં દારૂ સાથે આરોપી ઝડપાયો

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ, કાર સહિત કુલ 2,87,600નો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર જિલ્લા પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં ચાલતી દારૂની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે આધારે સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક ઇસમ સફેદ કલરની સ્વિફટ ડીઝાયર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુરથી વડોદરા તરફ જનાર છે.

તેવી મળેલ હકીકત આધારે પો.સ.ઇ. એચ.એચ.રાઉલજી એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે પુનીયાવાંટ ગામ બસ સ્ટેન્ડ પાસે વોચ નાકાબંધી કરી બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ગાડી તેમજ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમ ભરતભાઇ છોટુભાઇ ઠાકોર ઉ.વ.37 રહે.મંજોલા મદાપર ફળીયું તા.આમોદ જિ.ભરૂચ હાલ રહે.કરજણ જિ.વડોદરાને બિયર ટીન નંગ 240 કુલ કિં.રૂ.27,600 અને સ્વીફ્ટ ડિઝાયર ગાડી કિંમત રૂ. 2,50,000 મોબાઇલ નંગ-1 કિં.રૂ.5,000 તથા રોકડા રૂ. 500 કુલ મુદ્દામાલ 2,87,600 સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...