તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નુતનવર્ષની ઉજવણી:નવા વર્ષને આવકારવા જિલ્લામાં થનગનાટ

છોટાઉદેપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

છોટાઉદેપુર જિલ્લામાં નૂતન વર્ષને આવકારવા પ્રજામાં આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. જિલ્લાવાસીઓ દ્વારા નુતનવર્ષ અર્થે એક દિવસ અગાઉથી ઘરોમાં રંગરોગાન કરવી સજાવટ કરી દેવામાં આવી છે. ઘરમાં ઇલેક્ટ્રિક તોરણો, રંગોળીઓ થી સજાવટ કરી ધમઘુમ પૂર્વક નુતનવર્ષની ઉજવણી કરવા અર્થે પ્રજામાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી પર્વ અને નુતનવર્ષ નિમિતે બજારોમાં ભારે મેદની જોવા મળી હતી. સૌ કોઈ ખરીદી અર્થે ઉમટી પડયા હતા. નવા કપડાં, પગરખાં, કરિયાણા, ફટાકડા, સોના ચાંદીનાદાગીના અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા અર્થે ભારે ઘરાકી જોવા મળતી હતી.

ચાલુ વર્ષ દરમ્યાન જિલ્લામાં દરેક જગ્યાએ રંગબેરંગી લાઈટો ઇલેક્ટ્રિક તોરણો દ્વારા ઘરના આંગણે રોશની કરવામાં આવી હતી. જેનાથી નગરમાં ઝગમગાટ જોવા મળતો હતો. છોટાઉદેપુર નગરના નવા વર્ષ નિમિતે એકબીજા ને ઘરે પધારવા અર્થે આમંત્રણ આપવા અને મિલન મુલાકાત અર્થે નગરમાં ભારે પબ્લિક જોવા મળી હતી.

હાલમાં ચાલી રહેલ કોરોના કાળમાં છોટાઉદેપુર સમગ્ર જિલ્લામાં કોરોના covid19 કેસોમાં તહેવારો દરમ્યાન પોઝિટિવ કેશોની સંખ્યા ઓછી આવતા પ્રજામાં ભારે હાશકારો જોવા મળ્યો હતો અને છૂટથી પ્રજા હરી ફરી શકતી હતી. અને ઉત્સાહ પૂર્વક પ્રજામાં તહેવાર ઉજવવાનો ઉમંગ જણાતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો