છોટાઉદેપુરમાં ઘણા દિવસોથી હોળી નજીક આવતા અવનવી પિચકારીઓ બજારોમાં વેચાતી જોવા મળી રહી છે. રંગ ઉત્સવ ખેલવા પ્રજામાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી પિચકારી બજારોમાં જોવા મળી રહી છે.
પરંતુ અત્યાર સુધી બજારોમાં ઘરાકી જોવા મળતી ન હતી. છેલ્લા બે દિવસથી ખરાકી દેખાઈ રહી છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. બજારોમાં રૂ 5થી રૂ 400 સુધીની અવનવી ડિઝાઇનમાં જ્યારે બંધુકવાળી પિચકારીઓનો ક્રેઝ વધુ જોવા મળે છે અને વેચાઈ રહી છે. નાના બાળકો માતા-પિતા સાથે પિચકારી ખરીદવા અર્થે જોવા મળી રહ્યા છે.
હોળી એટલે રંગોનો ઉત્સવ. રંગના આ ઉત્સવમાં રંગોથી રમવાનું અનેરું મહત્વ છે. પ્રાચીન કાળથી એક બીજાને રંગ લગાડી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે અત્યારના સમયમાં કેમિકલ યુક્ત રંગ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય જેથી પ્રજા હવે કુદરતી રંગો ઉપર વધુ વિશ્વાસ રાખે છે. અગાઉના સમયમાં જ્યારે હોળી ઉજવવામાં આવતી ત્યારે કેસુડાથી રંગ બનાવવામાં આવતો હતો. જેનાથી ચામડીના રોગ પણ મટી જતા હતા. જ્યારે પ્રજા પણ હવે કુદરતી રંગોથી હોળી / ધુળેટી રમવાનો આગ્રહ રાખી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.